Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના છતરમાં પેટ્રોલપંપ પર ધમાલ કરનાર મોટી માટલીના શખ્સની અટકાયત

રવિવારના બનાવનો વીડિયો થયો હતો વાયરલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: કાલાવડના છતર ગામમાં આવેલા એક પેટ્રોલપંપે રવિવારે આવેલી થાર મોટરમાં રહેલા શખ્સે પેટ્રોલપંપના કર્મચારી અને સંચાલક સાથે નશાની હાલતમાં ધમાલ કર્યાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે શરૂ કરેલી તપાસમાં મોટી માટલીનો એક શખ્સ ઝડપાઈ ગયો છે.

કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલા વસુંધરા પેટ્રોલપંપ પર રવિવારે એક મોટરમાં ધસી આવેલા શખ્સે પેટ્રોલપંપના કર્મચારી તથા સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી કરવા ઉપરાંત  ઝપાઝપી કર્યાની પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઉપરોક્ત બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એન.વી. આંબલીયા તથા સ્ટાફે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી જીજે-૧૦-ઈસી ૬૦૦૪ નંબરની થાર મોટર સાથે મોટી માટલી ગામના રણજીત રામસંગ ચૌહાણ નામના શખ્સને દબોચી લીધો છે. ઉપરોક્ત મોટર ડીટેઈન કરવામાં આવી છે અને આરોપીની અટકાયત કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh