Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની સોસાયટીઓના રહીશો ખખડાવશે અદાલતોના દ્વારઃ નગરસેવકોએ આપી બાહેંધરી!

ગંદકી અને રખડતા ઢોરના પ્રશ્ને

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયા નગરપાલિકા તંત્રની અણઘડ નીતિ-રીતિ, અણઆવડત તથા અંધેર તંત્રના કારણે રામનાથ સોસાયટી અને એસએનડીટી સોસાયટીના વિસ્તારમાં ગંદકી, કચરાના ઢગલા, રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ નહીં આવતા આ વિસ્તારના રહેવાસીઓએ એક જાહેર બેઠક યોજી હતી, જેમાં આ વોર્ડ નં. ૮ ના ભાજપના ચૂંટાયેલા નગરસેવકો હાજર રહ્યા હતાં. તેમની સમક્ષ રહેવાસીઓએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો, જો કે આ નગરસેવકોએ તા. ર/૭ની સામાન્ય સભા પછી પ્રશ્નના નિકાલની ખાત્રી આપવી પડી હતી.

એસએનડીટી સોસાયટીમાં હાલ કચરો કલેક્શન કરવા ગાડી અનિયમિત આવતી હોય જેટલા ખાલી પ્લોટ જગ્યા છે તે ગંદકીથી ભરેલા છે. નિયમિત ગટરો પણ સાફ થતી નથી. આગળ એક ખાનગી હોટલની પાછળ ખૂબ જ ગંદકી થાય છે. પાપડી ઢાંકવામાં દિવસો નીકળી જાય છે. અમુક જગ્યાએ જેસીબી ચલાવવા તથા ઝાડ નડતા ડાળીઓ પાડવા માંગ કરીને કામગીરી કરવા માંગ કરીને જ્યારે તેઓ મત માંગવા આવેલા ત્યારે સોસાયટીના રહીશોએ માત્ર ગંદકી અને સફાઈની માંગ કરેલી અને હાલના ચૂંટાયેલા સદસ્યોએ વચન આપેલું ત્યારે તે નિભાવવા યાદ કરાવાયું હતું.

સોસાયટીમાં રખડતા ઢોરનો પણ ત્રાસ હોય, અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય તથા છાણના ઢગલા પડ્યા હોય લોકોને ગંદકીથી રસ્તો બદલી જવું પડતું હોય, રખડતા ઢોર તથા આખલાની રોજ કોઈને કોઈ વ્યક્તિના વાહનોને નુક્સાન થતું હોય, નાના બાળકોને લઈ નીકળી ના શકાય તેવી સ્થિતિ થાય છે. રોજ માત્ર આ સોસાયટીમાં જ પ૦/૧૦૦ ગાયો રખડતા ઢોર આખલા રોજ પરેશાની કરતા હોય, આ બાબતનો તાકીદે ઉકેલ લાવવા જણાવતા આગામી સમયમાં પાલિકાની સામાન્ય સભા યોજાય પછી પ્રશ્નો હલ થવા ખાતરી અપાઈ હતી, જો કે રોજની આવી ગંભીર સમસ્યાથી થાકી ગયેલા સોસાયટી રહીશો દ્વારા જો નક્કી સમયમાં નહીં પ્રશ્ન ઉકેલાય તો કાનૂની લડત આપવાનો નિર્ણય કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh