Advertisement
Author: નોબત સમાચાર

જોડીયા હુન્નરશાળામાં વિનામૂલ્યે સર્વરોગ મેગા મેડિકલ કેમ્પઃ બસ્સો લાભાર્થી રહ્યા

જામનગરની આયુષ હોસ્પિટલ દ્વારા આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જોડિયા હુન્નરશાળામાં આયુષ હોસ્પિટલના નિઃશુલ્ક સર્વરોગ મેગા મેડિકલ કેમ્પનો ૨૦૦ દર્દીએ લાભ લીધો હતો.

જોડિયા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે શેઠ કાકુભાઈ જીવણદાસ  સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળામાં તા ૨૮/૬ના જામનગરની પ્રખ્યાત અને એનએબીએચ  સર્ટિફાઇડ આયુષ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ મેગા મેડિકલ કેમ્પ યોજાયો  હતો. આ કેમ્પનો જોડિયાની પ્રખ્યાત ગીતા મંદિરના અધ્યક્ષ વિનુભાઈ કાનાણી,  ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ, સ્થાનિક ટ્રસ્ટી અશોકભાઈ  વર્મા, સંસ્થાના મંત્રી પ્રીતિબેન સુખપરિયા અને તબીબોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો.

આ મેડિકલનો કેમ્પનો બસ્સોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં  ન્યુરોસર્જન ડો. જીતેન્દ્રસિંહ ભદોરિયા, કેન્સર સર્જન ડો સુહાસ માંગલુકર, યુરો  સર્જન ડો વિનીત શુક્લ, ઓર્થોપેડિક સર્જન ડો રજત પટેલ અને ડો. જસ્મિન  ભાલોડિયા, મેડિસિન વિભાગના ડો. સુમિત દુધાગરા, ગાયનેકોલોજિસ્ટ ડો કુશ  ઠક્કર, પીડિયાટ્રિશિયન ડો નીરવ રાઠોડ, જનરલ સર્જન ડો કિશોર મકવાણા,  મેડિકલ ઓફિસર ડો. રિંકેશ ચીખલીયા અને ડો મેહુલ કાબરિયા તથા આયુષ  હોસ્પિટલના સ્ટાફે સેવા આપી હતી.

આ મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક નિદાન અને સારવાર ઉપરાંત ઈસીજી, એક્સરે, બીપી અને સુગર ચેકઅપ ઉપરાંત દવા પણ આપવામાં આવી હતી. સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરો મમતાબેન જોષી, ગૃહમાતા જ્યોત્સનાબેન સરવૈયા અને માણેકબેન કાનાણી, એકનાથભાઈ શાસ્ત્રી, યુસુફભાઈ ગોધાવિયાએ કેમ્પની  વ્યવસ્થામાં સેવા આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh