Advertisement
Author: નોબત સમાચાર

ખેતીપાક બચાવવા 'સૌની યોજના' હેઠળ તત્કાળ ચેકડેમો-તળાવો-કેનાલોમાં પાણી છોડવા માંગણી

વરસાદ ખેંચાતા ધરતીપુત્રો સંકટમાં

                                                                                                                                                                                                      

જોડીયા તા. ૩૦: વરસાદ ખેંચાતા જોડીયા તાલુકાના ધરતીપુત્રો સંકટમાં છે અને મોંઘોદાટ પાક બચાવવા 'સૌની યોજના'નું પાણી છોડવા જોડિયાના ખેડૂતોની ઉગ્ર  માંગ ઉઠી છે.

ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં જામનગર જિલ્લામાં હજી સુધી વાવણી  લાયક સાર્વત્રિક વરસાદ ન પડતાં ધરતીપુત્રો ભારે મૂંઝવણમાં મુકાયા છે. વર્ષોની  પરંપરા મુજબ જૂન મહિનામાં અહીં સાર્વત્રિક વરસાદ થઈ જતો હોય છે, જેને  ધ્યાને રાખીને અનેક ખેડૂતોએ ચોમાસુ પાકનું આગોતરૃં વાવેતર કરી દીધું હતું.  પરંતુ કુદરત રૂઠતાં હવે આ મોંઘોદાટ પાક પાણી વિના મુરઝાઈ રહૃાો છે. આવી  કપરી સ્થિતિ વચ્ચે જોડિયા તાલુકાના નેસડા ગામના ખેડૂતોએ આક્રોશ સાથે  કેનાલમાંથી તાત્કાલિક પાણી છોડવા સરકાર સમક્ષ માંગ કરી છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નદીકાંઠા અને કેનાલ કાંઠાના વિસ્તારોમાં  ખેડૂતોએ મગફળી, કપાસ સહિતના પાકોનું મોટા પાયે આગોતરૃં વાવેતર કર્યું છે.  હાલની સ્થિતિએ ખેડૂતોએ બિયારણ, ખાતર અને મજૂરી પેટે એક વીઘા દીઠ રૂ.  ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ નો માતબર ખર્ચ કરી નાખ્યો છે. પરંતુ વરસાદ ખેંચાતાં પાક  પાણી માટે વલખાં મારી રહૃાો છે. જો આગામી થોડા દિવસોમાં પાણી નહીં મળે, તો  ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાશે અને તમામ મૂડી ધોવાઈ જશે તેવી  ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ, સ્થાનિક ખેડૂતોમાં સરકારની ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી  રહૃાો છે. નેસડા ગામના ખેડૂતોએ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, ''જો પાક બળીને ખાખ થઈ જશે, ત્યારબાદ ડેમો ભરીને પાણી છોડવાનો શો ફાયદો? રાજ્ય  સરકારની કરોડો રૂપિયાની 'સૌની યોજના' અત્યારે સંકટના સમયે કામ નહીં  આવે તો ક્યારે આવશે? શું તંત્ર પાક નિષ્ફળ ગયા પછી પાણી આપશે?''

વરસાદના અભાવે મુંઝાયેલા ખેડૂતોએ સરકાર સમક્ષ તાકીદે પગલાં લેવા માંગ કરી  છે કે, સૌની યોજના અંતર્ગત જામનગર જિલ્લાના તમામ નાના-મોટા ડેમોને ન ર્મદાના નીરથી તાત્કાલિક ભરવામાં આવે અને ડેમો ભર્યા બાદ નદીઓ તેમજ  સ્થાનિક કેનાલોમાં તાકીદે પાણી છોડવામાં આવે જેથી કરીને સુકાતો પાક બચાવી  શકાય. આગામી દિવસો જામનગરના કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ કટોકટીપૂર્ણ છે. જો  સરકાર દ્વારા 'સૌની યોજના'ના સદુપયોગમાં વિલંબ કરવામાં આવશે, તો જ ગતનો તાત દેવાના ડુંગર નીચે દબાઈ જશે તે નક્કી છે. હવે જોવાનું એ રહે છે કે  સરકાર વહેલી તકે કેનાલોમાં પાણી છોડીને ખેડૂતોના સુકાતા પાકને 'જીવનદાન'  આપે છે કે નહીં!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh