Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૨ સફાઈ કામદારોના હકકો સુરક્ષિત
જામનગર તા. ૩૦: ન્યૂનતમ વેતનથી વંચિત રોજમદારો/ સફાઈ કર્મચારીઓના હકોના રક્ષણ માટે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
જામનગર (સ્ટેશન હેડક્વાટર આર્મી) માં કાર્યરત ૨૩ સફાઈ કર્મચારીઓના કેસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યાં સરકાર દ્વારા નિર્ધારિત ન્યૂનતમ દૈનિક વેતન રૂ. ૫૦૦ થી વધુ હતું, ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓને માંડ રૂ।. ૩૦૦ જેટલું દૈનિક વેતન ચૂકવવામાં આવતું હતું. શ્રમિકો ના કાનૂની અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
પ્રાદેશિક શ્રમ આયુક્ત (કેન્દ્ર), અમદાવાદે દસ્તાવેજી પુરાવાના આધારે કોન્ટ્રાક્ટર સામે રૂ.૨૦.૫૦ લાખ (વેતન તફાવત અને વળતર સહિત) ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ આદેશ ને કોન્ટ્રાક્ટરે (બેસ્ટ સિક્યોરિટી સર્વિસ ) ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તાજેતરમાં હાઈકોર્ટે અંતિમ ચુકાદા સુધીના અંતરિમ આદેશરૂપે કોન્ટ્રાક્ટરને છ અઠવાડિયામાં રૂ. ૧૦ લાખ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં સફાઈ કર્મચારીઓ/શ્રમિકો તરફથી એડવોકેટ જૈમિન ડી.પંડ્યા અને એડવોકેટ કુ. નિધિ ડી.પંડ્યા એ રજૂઆત કરી હતી. તેમની રજૂઆતોને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે કોન્ટ્રાક્ટરને રૂ. ૧૦ લાખ જમા કરાવવાનો આદેશ કર્યો હતો.
આ કેસ દર્શાવે છે કે જો શ્રમિકોના બેંક ખાતામાં ન્યૂનતમ વેતન કરતાં ઓછી રકમ જમા કરવામાં આવે, તો દસ્તાવેજી પુરાવાના આધારે અસરકારક કાનૂની કાર્યવાહી શક્ય છે, શ્રમિકોના કાનૂની હકોનું રક્ષણ થઈ શકે છે .અને ન્યૂનતમ વેતનના ઉલ્લંઘન સામે કાયદો શ્રમિકોની સાથે ઉભો છે. આ આદેશ થી શ્રમિકો ના દાવાની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે અને ન્યૂનતમ વેતન સંબંધિત તેમના અધિકારોને પ્રાથમિક રક્ષણ મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial