Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નજીક દેવરીયાના પાટીયા પાસે મોટરે ઠોકર મારી દેતાં બાઈકચાલક ઘવાયા

નગરના યુવાનનો કાંડા પાસેથી હાથ ભાંગ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર દેવરીયાના પાટીયા પાસે ગયા ગુરૂવારે સાંજે બાઈકને મોટરે ઠોકર મારતા નગરના એક યુવાનને ફ્રેક્ચર થયું છે.

જામનગરના સ્વામી નારાયણ નજીક હાલાર હાઉસ પાસે રહેતા દર્શનભાઈ રવિભાઈ વારસાકીયા નામના યુવાન ગયા ગુરૂવારે પોતાના કામસર ખંભાળિયા જવા માટે જીજે-૧૦-ઈજે ૧૧૩૬ નંબરના રાઈડર મોટરસાયકલ પર નીકળ્યા પછી સાંજે કામ પૂર્ણ થતાં જામનગર પરત આવતા હતા.

તેઓ જ્યારે ખંભાળિયાથી અંદાજે ૧પ કિ.મી. દૂર દેવરીયા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ખાનગી કંપનીના મેઈન ગેઈટ નજીક જીજે-૩૨-કે ૫૨૪૮ નંબરની મોટરના ચાલકે પાછળથી ઠોકર મારી હતી. પોતાના બાઈક પરથી ફંગોળાયેલા દર્શનભાઈનો જમણો હાથ કાંડા પાસેથી ભાંગી ગયો છે. તે ઉપરાંત અન્ય ઈજા થઈ છે. તેઓએ ખંભાળિયા પોલીસ મથકમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh