Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્થાના પ્રમુખ આર.કે. શાહની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૩૦: જામનગરમાં ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી સંચાલિત યોગ ક્લાસ દ્વારા વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ૦૦ થી વધુ બહેનો-ભાઈઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગાસન અને પ્રાણાયામનો સામૂહિક અભ્યાસ કર્યો હતો.
સંસ્થાના પ્રમુખ આર.કે. શાહ તથા સેક્રેટરી કીર્તિભાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. શીતલબેન ઘેલાણીએ કાર્યક્રમને સંકલિત કર્યો હતો. તમામ યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. અમરજીતભાઈના સહકાર અને પ્રોત્સાહનથી ઉપસ્થિત સૌમાં યોગ પ્રત્યે વધુ જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચલાન યોગગુરૂ આશાબન મહેતાએ કર્યું હતું. વિશ્વ યોગ દિવસની આ ઉજવણી દ્વારા નિયમિત યોગાભ્યાસ, સ્વાસ્થ્ય જાગૃતિ અને સમૂહમાં સુખ-શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial