Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડી પાસે ટ્રાફિકમાં બે મોટરના ચાલક વચ્ચે જામી પડીઃ ગાંધીનગરના બે શખ્સે મામલતદાર હોવાની દાટી મારી

બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવીઃ કુલ ચાર સામે નોંધાયો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના મોટી ખાવડી ગામ પાસે ગઈકાલે સવારે ટ્રાફિક વચ્ચે જામનગરની સ્કોર્પિયોના ચાલક તથા ગાંધીનગરની ફોર્ચ્યુનરના ચાલક વચ્ચે જલદી આગળ જતા રહેવાના પ્રશ્ને બોલાચાલી પછી ગાળાગાળી અને ધમકીઓ અપાઈ હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. ફોર્ચ્યુનરમાં રહેલા બે શખ્સે અમે મામલતદાર છીએ તેમ કહી સીન જમાવ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના રણજીતસાગર રોડ પર એંસી ફૂટ રોડ નજીક પટેલનગરમાં વસવાટ કરતા નિરજભાઈ પ્રવીણભાઈ ભુવા ગઈકાલે સવારે જીજે-૧૦-ટીવાય ૭૭૭૪ નંબરની સ્કોર્પિયો મોટર લઈને મોટી ખાવડી પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં રહેલા ટ્રાફિકમાં જીજે-૧૮-ઈબી ૪૪૬૩ નંબરની ફોર્ચ્યુનર મોટરના ચાલકે બંને લેનના ટ્રાફિક તોડી પોતાની મોટર વચ્ચે નાખવા ઉપરાંત તે મોટરના ચાલકે આગળ જવા માટે ઈશારો કરતા નિરજભાઈએ આગળ જઈ શકાય તેમ નથી તેવો ઈશારો કરતા ફોર્ચ્યુનરના ચાલક દ્વારા સ્કોર્પિયોના બોનેટ પર ઢીકા મારવામાં આવ્યા હતા. તે દરમિયાન આ મોટરમાંથી ઉતરેલા બે શખ્સે સ્કોર્પિયોના બોનેટ પર દસથી બાર ઢીકા ઝીંકી દેતા તેમાં ગોબા પડી ગયા હતા આ શખ્સોએ સાઈડના ગ્લાસ તથા મુખ્ય ગ્લાસ પર પણ ઢીકા ફટકારી ગાળો ભાંડી હતી અને અમે મામલતદાર છીએ, અમારી કંઈ થશે નહી તને વીખી નાખીશું તેવી ધમકી આપી હતી.

આ બાબતની નિરજભાઈએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે ફરિયાદની સામે ગાંધીનગર જિલ્લાના મહુંદરા ગામના જતીન દશરથભાઈ પટેલે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગઈકાલે સવારે ગાંધીનગરથી દ્વારકા દર્શને જતા હતા ત્યારે મોટી ખાવડી પાસે ૭૭૭૪ નંબરની સ્કોર્પિયોના ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી વચ્ચે નાખતા જતીનની બાજુમાં બેસેલા આશિષભાઈએ ફોર્ચ્યુનરનો કાચ ખોલી વચ્ચે ન આવવાનો ઈશારો કરતા સ્કોર્પિયોના ચાલકે ગાળાગાળી કરી હતી તેને જતીન સમજાવવા જતાં ફોર્ચ્યુનર ચાલકે પોતાની સાઈડના દરવાજાનો કાચ બંધ કરી લીધો હતો જેના કારણે જતીનના હાથની ચાર આંગળી કાચમાં આવી ગઈ હતી. તે પછી સ્કોર્પિયોના ચાલકે જામનગરની બહાર જઈ શકશો નહી તેવી ધમકી પણ આપી હતી. પોલીસે બંને ફરિયાદ પરથી કુલ ચાર સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh