Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા સુરક્ષા કર્મચારીએ નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૩૦: દ્વારકામાં જગતમંદિરના પરિસરમાં ગઈકાલે અન્ય પ્રાંતમાંથી દર્શનાર્થે આવેલા ત્રણ મહિલા અને બે પુરૂષે લાઈન તોડવાનો પ્રયાસ કરી ત્યાં હાજર મહિલા સુરક્ષા કર્મચારી સાથે ઝપાઝપી કરી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દ્વારકામાં આવેલા જગતમંદિરમાં ગઈકાલે પૂનમના દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. તે દરમિયાન સવારે પાંચેક વાગ્યે દર્શન માટેની લાઈનમાં કંઈક ડખ્ખો થયાનું જાણવા મળતા ત્યાં ફરજ પર હાજર દ્વારકા મંદિર સુરક્ષાના મહિલા લોકરક્ષક સેજલબેન રાઠોડ દોડી ગયા હતા.
આ મહિલા કર્મચારીએ દેવકી માતાના મંદિર પરિસરમાં જઈને જોતા એસઆરપીમેન આર.જી. બોડીયા પણ દર્શનાર્થીઓની લાઈન પાસે ફરજ પર જોવા મળ્યા હતા. આ વેળાએ કેટલાક મહિલાઓ અને બે પુરૂષ મળી પાંચ વ્યક્તિ લાઈન તોડવાનો પ્રયાસ કરતા જણાઈ આવ્યા હતા.
ઉપરોક્ત વ્યક્તિઓને લાઈનમાં રહેવાનંુ કહેવાતા સેજલબેન સાથે ત્રણ મહિલાએ બોલાચાલી કરી ગાળો ભાંડવા ઉપરાંત પાંચેય વ્યક્તિએ હુમલો કરી દીધો હતો. એક મહિલાએ લાતો મારી હતી, બીજા મહિલાએ વાળ ખેંચીને હુમલો કર્યાે હતો. તેમની સાથે રહેલા બે પુરૂષ આડા ઉભા રહી ગયા હતા. આ બાબતની દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ કરાતા પોલીસે હેમેશ્વરીબેન અનિલભાઈ પાટી, સીમા ત્રિભુવનદાસ બેવરે, સંગીતાબેન અનિલભાઈ પાટીલ, ચેતન અનિલભાઈ પાટીલ, અજય મનોહર વાઘ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial