Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ જમીન અગાઉ ખેડવા માટે અપાઈ હતીઃ
જામનગર તા. ૩૦: જામનગર નજીક વસઈમાં આવેલી ખેતીની એક જમીનના બની ગયેલા બોગસ દસ્તાવેજ પ્રકરણમાં એક આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગર નજીકના વસઈ ગામમાં કિશોરભાઈ જીવાભાઈ ચૌહાણ નામના આસામીના પિતાની ખેતીની જમીન આવેલી હતી. તે જમીન સરમતના મેરૂભાને વાવવા માટે અપાયા પછી વર્ષ ૨૦૧૯માં તેનો કર ભરવા માટે કિશોરભાઈ મામલતદાર ઓફિસે જતા તે જમીન મનુ ગોગન મોઢવાડીયાના નામે થઈ ગઈ હોવાનું જાણવા મળ્યંુ હતું.
વધુ તપાસ કરાતા કિશોરભાઈના પિતાનું વર્ષ ૨૦૦૭માં અવસાન થયા પછી તેમના નામનો વેચાણ દસ્તાવેજ સવા વર્ષ પછી થયાનું જણાઈ આવતા કિશોરભાઈએ અલગ અલગ વ્યક્તિના ખોટા નામ ધારણ કરી દસ્તાવેજમાં સહી કરી તેનું વેચાણ કરનાર શખ્સો સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ગુન્હામાં કેટલાક આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તે દરમિયાન અલ્તાફહુસેન આબીદહુસેને આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જેમાં તેઓએ પોતે વકીલાતનો વ્યવસાય કરતા હોવાનું જણાવી આગોતરા જામીન આપવા અન્ય દલીલો કરી હતી તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે અલ્તાફહુસેન સૈયદની આગોતરા જામીનની અરજી નકારી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial