Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કતારમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા
ખંભાળીયા તા. ૩૦: ખંભાળીયા તાલુકાના હર્ષદપુરના વાડી વિસ્તારમાં રહેતા કીરીટ જેન્તિલાલ કણઝારીયા નામનો ૩૧ વર્ષનો યુવાન કતાર દેશમાં કામ માટે ગયેલો, જ્યાં એલ.એન.જી. પ્લાન્ટમાં દુર્ઘટનામાં બ્લાસ્ટ થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. ગત તા. ૨૧-૬ના રવિવારે થયેલી આ દુર્ઘટના પછી છેક ૨૭-૬ તેનો મૃતદેહ તંત્રના પ્રયાસોથી આવતા ખંભાળીયામાં સદ્ગતની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તથા અગ્રણીઓ જોડાયા હતા.
મૃતક કીરીટ કતાર દેશમાં વિઝા મેળવીને ત્રણ માસની વર્ક પરમીટ પર એલ.એન.જી. કંપનીમાં કામ કરવા માટે ગયેલો હતો. જ્યાં અકસ્માતમાં તેનો ભોગ લેવાયો હતો. તેના બે માસુમ સંતાનો નિરાધાર થઈ ગયા છે. કતારમાંથી મૃતકની ડેડબોડી ભારત લાવવા માટે જિલ્લા કલેકટર રાજેશ તન્ના, અધિક નિવાસી કલેકટર મેહુલ દેસાઈ, સાંસદ જીતેન્દ્ર કણઝારીયા તથા મામલતદાર વ્યાસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial