Advertisement
Author: નોબત સમાચાર

ફીફા વર્લ્ડ કપઃ ચાર વખત ચેમ્પિયન જર્મનીની ટીમ વર્લ્ડ કપમાંથી આઉટઃ રોમાંચક અપસેટથી રાઉન્ડ-૩૨નો આરંભ

પેરાગ્વે, કેનેડા, મોરોક્કો અને બ્રાઝિલનો રાઉન્ડ-૧૬માં પ્રવેશઃ

                                                                                                                                                                                                      

ન્યુયોર્ક તા. ૩૦: સમગ્ર વિશ્વમાં ભારે રોમાંચ ફેલાવનાર ફીફા વર્લ્ડ કપ-૨૦૨૬ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં નોક આઉટના રાઉન્ડ-૩૨નો આરંભ ભારે અપસેટ સાથે થયો છે.

ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં ચાર-ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન જર્મનીની ટીમ પેરાગ્વે સામે પેનલ્ટી કીકના મુકાબલામાં પરાજીત થતાં તે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે જયારે પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન થયેલી બ્રાઝિલની ટીમનો જાપાનની ટીમ સામેનો મેચ અત્યંત રસાકસીભર્યો રહ્યો હતો. છેક ૯૦ મિનિટ સુધી બંને ટીમો ૧-૧થી બરાબરી પર હતી ત્યારે અંતિમ ક્ષણોમાં બ્રાઝિલે વિજયી બીજો ગોલ ફટકારી દેતાં તેનો રાઉન્ડ-૧૬માં પ્રવેશ થયો છે.

આ ઉપરાંત મોકોક્કો સામે નેધરલેન્ડના મેચમાં પણ મેચનું પરિણામ પેનલ્ટી રાઉન્ડથી આવ્યું હતું. જેમાં મોરક્કોએ ૩-૨થી વિજય મેળવ્યો હતો. યજમાન કેનેડાએ દક્ષિણ આફ્રિકાને ૧-૦થી પરાજીત કરી રાઉન્ડ-૧૬માં પ્રવેશ કર્યો છે.

આમ, નોકઆઉટ રાઉન્ડના પ્રથમ તબક્કાના ચાર મેચમાં જ ભારે અપસેટ સર્જાયા છે. આગામી નોકઆઉટના મેચો પણ આવા જ રોમાંચક, દિલધડક અને રસાકસીભર્યા બની રહેશે તે નક્કી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે વર્લ્ડ કપ ફૂટબોલમાં આર્જેન્ટિનાની ટીમ ત્રણ વખત, ફ્રાન્સ અને ઉરૂગ્વેની ટીમ બબ્બે વખત, તથા ઈંગ્લેન્ડ અને સ્પેનની ટીમ એક-એક વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે.

ફૂટબોલની રમતના ટોચના અને સ્ટાર ગણાતા ખેલાડીઓમાં મેસ્સી, રોનાલ્ડો, એમ્બાવે, કેન, નેમાર, હેલન્ડ અત્યારે ફૂલ ફોર્મમાં હોવાથી તેમની રમત નિહાળવી પણ એક લ્હાવો બની રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh