Advertisement
Author: નોબત સમાચાર

પોશીતાના ડુંગરાળ વિસ્તારમાં ધોમધખતા તાપમાં જઈ બે બાળકીઓનો કરાવ્યો પુનઃ પ્રવેશ

રિવાબાએ આંગણવાડીના બાળકોને ખોળામાં બેસાડયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ આંગણવાડીના બાળકોને ખોળામાં બેસાડી માતૃવાત્સલ્ય દર્શાવ્યું હતું અને દીકરીઓ સાથે મિત્રભાવે સંવાદ કર્યો હતો. ગ્રામજનો સાથે ચર્ચા કરતા તેમણે હૃદયપૂર્વક જણાવ્યું કે, બાળકોના શિક્ષણને લગતી કોઈપણ સમસ્યા માટે તેમની કચેરીના દ્વાર હંમેશાં ખુલ્લા રહેશે.

પોશીનાના ડુંગરાળ વિસ્તારોમાં બપોરના ૨ વાગ્યે કડક તાપમાં શિક્ષણમંત્રી રિવાબાએ કન્યા શિક્ષણ પ્રત્યે સંવેદનશલતા દાખવી હતી. શાળા છોડી દીધેલ બે દીકરીઓના ઘરે તેઓ રૂબરૂ પહોંચ્યા હતા. વાલીઓનું કાઉન્સેલિંગ કરી દીકરીઓને શાળામાં પુનઃ પ્રવેશ કરાવ્યો હતો, તેમજ શિક્ષકોને આ દીકરીઓ પ્રત્યે વ્યક્તિગત ધ્યાન આપવા સૂચના આપી હતી.

મહેસાણા જિલ્લામાં તેણીએ વિદ્યાર્થીઓના ઘરે જઈને તેમના વાલીઓ સાથે મુક્ત મને ચર્ચા કરી હતી. બાળકોએ ક્યા સંજોગોમાં શાળા છોડી દીધી તેની વિગતો મેળવીને તેમણે વાલીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું, અને વાલીઓ પાસેથી બાળકોને નિયમિત શાળાએ મોકલવાનું વચન મેળવ્યું હતું અને બંને વિદ્યાર્થીએને પુનઃ શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડીને તેમનો શાળામાં ઉત્સાહભેર પ્રવેશ કરાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh