Advertisement
Author: નોબત સમાચાર

ગોકલપર ગામે જનકલ્યાણલક્ષી કાર્યક્રમો

ખંભાળીયા તાલુકામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩૦: દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન તેમજ જનકલ્યાણના નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ખંભાળીયા તાલુકાના ગોકલપર ગામે "જનકલ્યાણ શિબિર"નું આયોજન કરવામાં આવ્યું હતું.

જનકલ્યાણ શિબિરમાં કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પીએમ સૂર્ય ઘર યોજના, વ્હાલી દીકરી યોજના, લખપતિ દીદી યોજના, કુંવરબાઈનું મામેરૃં યોજના, પીએમ કિસાન યોજના, ફાર્મર રજિસ્ટ્રેશન, તાર ફેન્સિંગ યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, આધારકાર્ડ સેવા સહિતની યોજનાઓના લાભો તથા સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.

જનકલ્યાણ શિબિરમાં કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજનાની માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ નેતૃત્વ દરમિયાન થયેલ વિકાસકાર્યોને આલેખતી ટૂંકી ફિલ્મનું નિર્દશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વચ્છતા અંગે લોકોએ શપથગ્રહણ કર્યા હતાં. તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર વાય.પી. ગઢવી સહિત તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh