Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રમુખપદે ફાયર ઓફિસર જયવીરસિંહ રાણા નિયુક્ત :
જામનગર તા. ૩૦: જામનગર મહાનગર પાલિકાના કર્મચારીઓની અગ્રણી સંસ્થા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઈઝ મંડળીની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં આગામી કાર્યકાળ માટે મંડળીના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
સભામાં કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખી સતત સક્રિય કામગરી, કર્મચારી કલ્યાણકારી અભિગમ તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસોને ધ્યાને લઈને શ્રી જયવીરસિંહ ભારૂભા રાણાની પ્રમુખ તરીકે પુનઃ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમની આગેવાની હેઠળ મંડળીએ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે નોંધપાત્ર કામગીરી કરી હોવાનું સભામાં જણાવાયુ હતું.
ઉપરાંત જયભાઈ જીતેન્દ્રભાઈ પુરોહિતની ઉપપ્રમુખ તરીકે તથા કલ્પેશભાઈ મગનલાલ ચુડાસમાની માનદ મંત્રી તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને સભામાં ઉપસ્થિત કર્મચારીઓ અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હોદ્દેદારોએ કર્મચારીઓના હિતોની રક્ષા, પ્રશ્નોના યોગ્ય નિરાકરણ અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સભાના અંતે તમામ સભ્યોએ નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવી મંડળીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial