Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘરાજાના રિસામણાઃ જગતનો તાત ચિંતિત
જામનગર તા. ૩૦: જામનગર જિલ્લામાં પણ મેઘરાજાના રૂષણા થી જગતનો તાત ચિંતિત છે. નર્મદાના નીર અને 'સૌની યોજના' થકી પાણી છોડવા ઉગ્ર માંગ ઉઠી છે. જૂન માસ પૂર્ણ થવા આવ્યો છતાં વરસાદ ખેંચાતા નદી-નાળા અને ચેકડેમ સુકાયા છે અને પશુઓનો ઘાસચારો ખૂટ્યો છે. ભીમ અગિયારસ પહેલા આગોતરા વાવેતર કરેલા કપાસ-મગફળીના પાક બચાવવા ખેડૂતોની સરકાર સમક્ષ આજીજી કરી રહ્યા છે.
સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે જુલાઈ માસ દસ્તક દઈ રહૃાો હોવા છતાં આકાશમાંથી વરસાદનો એક છાંટો પણ ન પડતાં જગતનો તાત ભારે ચિંતાતુર બન્યો છે.
જામનગર જિલ્લામાં પણ મેઘરાજા સમયસર ન પધારતા નદી, નાળાં અને ચેકડેમો સંપૂર્ણપણે સુકાઈ ભઠ્ઠ થઈ ગયા છે અને ખેડૂતોના પશુઓ માટેના ઘાસચારાની પણ તીવ્ર અછત સર્જાઈ છે. અનેક ખેડૂતો હજુ પણ વાવણીલાયક વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહૃાા છે; પરંતુ બીજી તરફ, જે ખેડૂતોએ વરસાદની આશાએ કપ ાસ અને મગફળી સહિતના પાકોનું આગોતરૃં વાવેતર કરી દીધું હતું, તેઓની હાલત અત્યંત કફોડી બની છે. પાણી વિના ખેતરોમાં ઊભો આગોતરો પાક હવે ચીમળાઈને સુકાઈ રહૃાો છે, જેના કારણે ખેડૂતોના માથે આર્થિક સંકટ તોળાઈ રહૃાું છે.
વરસાદ ખેંચાવાની આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મરવા પડેલા આગોતરા પાકોને બચાવવા અને પશુઓને જીવાડવા માટે ખેડૂતોને હવે નર્મદાના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. રાજ્યના ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલના દરવાજા ખોલીને તેમજ 'સૌની યોજના' હેઠળ સૂકી નદીઓ અને કેનાલોમાં નર્મદાના નીર વહેવડાવવા માટે ઉગ્ર માંગ કરી રહૃાા છે.
ખેડૂતોની આટલી વિકટ સ્થિતિ હોવા છતાં સરકાર જાણે 'પાણીમાં બેઠી હોય' તેવી નિષ્ક્રિયતા દાખવી રહી હોવાનો જગતના તાતમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. જો સત્વરે સિંચાઈ માટે કેનાલો મારફતે પાણી પૂરૃં પાડવામાં નહીં આવે તો મોટું નુકસાન વેઠવાનો વારો આવશે, તેથી સરકાર તાત્કાલિક જાગે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લે તેવી માંગ પ્રબળ બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial