Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર વેબસાઈટ અંગે વધુ એક વખત રજૂઆતઃ
જામનગર તા. ૩૦: જામનગરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો દ્વારા આજે ફરીથી રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવની કચેરીને વધુ એક વખત સામૂહિક ઈમેઈલ કરી રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયા મુજબ ગરબી ગુજરાત ગવર્મેન્ટ ઈન તેમજ આઈઓઆરએ ગુજરાત ગવર્મેન્ટ ઈન, આઈઆરસીએમએસ ગુજરાત ગવર્મેન્ટ તથા એનીરોર ગુજરાત ગવર્મેન્ટ નામની ચાર વેબસાઈટ ફરીથી ગોટાળા કરી રહી છે.
ઉપરોક્ત સાઈટમાં ડેટા એન્ટ્રી કરી રહેલા એડવોકેટ હેરાન પરેશાન થઈ રહ્યા છે. યોગ્ય રીતે ન ચાલતા આ પોર્ટલમાં એક સાઈટ પર વારસાઈ નોંધ તથા હૈયાતીમાં હક્ક અંગેની અરજીમાં અંગ્રેજી ભાષામાં સરનામા લખાઈ શકતા નથી. જ્યારે દસ્તાવેજની એપોઈન્ટમેન્ટ લેતી વખતે અધવચ્ચેથી લોગ આઉટ થઈ જવાય છે, આઈઆરસીએમએસમાં કેપચર કોડ ખોટો હોવાનું વારંવાર બતાવાય છે અને આઈઓઆરએમાં નાગરિક પ્રતિસાદનો નંબર જનરેટ થઈ રહ્યો નથી.
ઉપરોક્ત મુશ્કેલીઓ અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ વેબસાઈટ્સ યોગ્ય રીતે કામ કરતી ન હોવાથી તે અંગે જરૂરી કામગીરી કરાવવા અને સમસ્યાનું નિવાકરણ લાવવા રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ્સ દ્વારા સામૂહિક ઈ-મેઈલ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial