Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં વરસાદી ઝાપટાં: જામનગરમાં માત્ર રોડ ભીંજવ્યાઃ
જામનગર તા. ૧૬: વાદળછાંયા વાતાવરણ સાથે મેઘાડંબર છતાં હાલારમાં માત્ર વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે, જ્યારે જામનગરમાં પણ ગત્ રાત્રે માત્ર રોડ ભીંજવતું વરસાદી ઝાપટું પડ્યું હતું.
અસહ્ય બફારા અને વરસાદી વાતાવરણ વચ્ચે કાલાવડમાં પાંચ મી.મી.નું હળવું ઝાપટું વરસ્યું હતું, જ્યારે જામનગર અને જોડિયામાં છાંટા પડ્યા હતાં. આ ઉપરાંત અમુક ગામડામાં પણ હળવા ઝાપટાં વરસ્યા હતાં.
ગઈકાલે જામનગરમાં અસહ્ય બફારો અને વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું, જો કે નોંધનીય વરસાદ થયો નહતો. બે તાલુકા મથકે ઝાપટું નોંધાયું હતું. જેમાં કાલાવડમાં ગત્ રાત્રે ૧૦ થી ૧ર ના સમયગાળામાં પાંચ મી.મી. અને સવારે ૧૦ થી ૧ર માં જોડિયામાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે રાત્રે જામનગર શહેરમાં પણ છાંટા અથવા હળવું ઝાપટું વરસી જતા માર્ગો ભીના થયા હતાં.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અડધા ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેમાં મોટી બાણુંગારમાં ૧૦ મી.મી., નિકાવામાં ૧૦ મી.મી., ખરેડીમાં ૮ મી.મી., મોટા વડાળામાં ર૦ મી.મી., નવાગામમાં ૧૦ મી.મી., મોટા પાંચદેવડામાં ૧૦ મી.મી. આ ઉપરાંત સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળિયા, ધુનડામાં ૪ થી પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો. આમ સારા વરાસદની આશા ફળીભૂત થઈ ન હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લો
દ્વારકા જિલ્લામાં ગઈકાલથી આજે સવાર સુધીમાં ર૪ કલાકમાં ભાણવડ તથા કલ્યાણપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ખંભાળિયામાં તથા દ્વારકામાં માત્ર ઝાપટાં જ પડ્યા હતાં.
કુલ મોસમના વરસાદની સ્થિતિ જોઈએ તો, ભાણવડમાં ર૪ ઈંચ, કલ્યાણપુરમાં પંદર ઈંચ, દ્વારકામાં સાડાબાર ઈંચ તથા ખંભાળિયામાં ર૮ ઈંચ મોસમનો કુલ વરસાદ પડ્યો છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં એક સાથે બેથી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોય, ૧૭ થી રર દે ધનાધન બહુ મોટો વરસાદનો રાઉન્ડ આવનાર છે જેમાં ડેમોમાં મોટા પ્રમાણમાં પાણી આવવાની પણ સંભાવના છે.
આજે ખંભાળીયામાં પોણો ઈંચ વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળીયામાં આજે સવારે ૮ થી ૧૦ બે કલાકના સમયગાળામાં ૧૯ મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ થયો છે. જ્યારે સવારે ૧૦ થી ૧૨માં કલ્યાણપુરમાં ચાર મીમીનું ઝાપટું વરસ્યુ હતું.
આ ચોમાસાની સિઝનમાં ખંભાળીયા પંથકમાં સતત સારો વરસાદ થઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial