Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન વિઠ્ઠલના ભકતો અષાઢી એકાદશીના કાર્યક્રમ માટે જઈ રહ્યા હતાં
મુંબઈ તા. ૧૬: મુંબઈ-પૂણે એકસપ્રેસ-વે પર અડધી રાત્રે બસ-ટ્રેકટર અથડાતા પાંચ તીથયાત્રીઓના મૃત્યુ થયા છે, જ્યારે ૩૦ થી વધુ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
મુંબઈ પૂણે એકસપ્રેસ વે પર બસ અને ટ્રેકટર વચ્ચે અથડામણ થતાં પ તીર્થયાત્રીઓના મોત થયા છે જ્યારે ૩૦ થી વધારે લોકો ઘાયલ થયા છે. આ અંગે પોલીસે આજે જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા ભગવાન વિઠ્ઠલના ભકતો હતા. તેઓ અષાઢી એકાદશી પર આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ નજીક તેમના વતન ડોમ્બિવલીથી પંઢરપુર જઈ રહ્યા હતાં. સોમવારે અડધી રાત્રે બસ ટ્રેકટર સાથે અથડાઈ અને ખાડામાં પડી ગઈ.
આ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે પંઢરપુર જવા માટે ડોમ્બિવલીથી બસમાં કુલ ૪ર મુસાફરો સવાર હતા. અદાને ગામ પાસે બસ એ ટ્રેકટર સાથે અથડાઈ હતી.
જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને ૩૦ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા તીર્થયાત્રીઓ આવતી કાલે એકાદશી હોવાથી તેઓ વતન ડોમ્બિવલીથી પંઢરપુર જઈ રહ્યા હતાં. ગત મધરાત્રે આ ઘટના બની. બસ ટ્રેકટર સાથે અથડાતા બસ ખાઈમાં પડી હતી. ત્યારબાદ બસને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial