Advertisement
Author: નોબત સમાચાર

કામધંધો કરવા માટે પિતાએ આપેલા ઠપકાથી માઠું લાગતા પુત્રનો ગળાફાંસો

સુરજકરાડીમાં યુવાનનો ઈમારતમાંથી મળ્યો મૃતદેહઃ

જામનગર તા. ૧૬: ધ્રોલના લતીપરમાં રહેતા એક યુવાનને તેના પિતાએ કામ ધંધો કરવા માટે ઠપકો આપ્યા પછી ઓગણચાલીસ વર્ષના પુત્રએ માઠું લાગી આવતા ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે ઓખામંડળના સુરજકરાડીમાં એક ઈમારતની લોબીમાં કોઈ રીતે મૃત્યુ પામેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃત્યુનું કારણ જાણવા મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં વસવાટ કરતા સંધી આમદભાઈ સીદીકભાઈ ઠેબા નામના વૃદ્ધના પુત્ર ઉકલો ઉર્ફે અબ્બાસભાઈ ઠેબા (ઉ.૩૯)એ ગઈકાલે પોતાના ઘરમાં એક ઓરડામાં રહેલા લોખંડના એંગલમાં ચૂંદડી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો.

આ બાબતની જાણ થતાં પિતા સહિતના પરિવારે અબ્બાસભાઈને નીચે ઉતારી સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી અબ્બાસભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. દોડી આવેલા જમાદાર કે.ડી. કામરીયાએ પિતા આમદભાઈનંુ નિવેદન નોંધ્યું છે.

પિતાએ પોલીસ સમક્ષ આપેલી કેફિયતમાં ખૂલ્યા મુજબ તેમનો પુત્ર હાલમાં ૩૯ વર્ષનો હોવા છતાં કોઈ કામ ધંધો કરતો ન હતો. તેને પિતા આમદભાઈએ રવિવારે ઠપકો આપતા પુત્રને માઠું લાગી આવ્યું હતું અને તેણે આત્મઘાતી પગલું ભરી લીધુ છે. આ બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી તપાસ આદરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડી ગામમાં શિતળા માતાના મંદિર પાસે વસવાટ કરતા ખાલિદભાઈ જુસબભાઈ કુરેશી (ઉ.વ.૩૮) નામના યુવાને શનિવારે સાંજે છ વાગ્યાથી રવિવારની સવાર સુધીમાં સુરજકરાડીમાં આવેલા શ્રીજી શોપીંગ સેન્ટરની લોબીમાં કોઈ રીતે આત્મહત્યા કરી લીધી હતી જેની સોમવારે બપોરે જાણ થતાં મુસાભાઈ જુસબભાઈ કુરેશી દોડી આવ્યા હતા. તેઓએ પોલીસને વાકેફ કરી છે. પોલીસે આ યુવાનના મૃત્યુનું કારણ જાણવા મૃતદેહને પી.એમ.માં ખસેડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh