Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોજનાનો લાભ ૩૧-જુલાઈ સુધી મેળવી શકાશે
ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બાંધકામ શ્રમયોગી (ઈ-નિર્માણ) ને જણાવવાનું કે, તા. ૧૬-૭-ર૦ર૪ થી તા. ૩૧-૭-ર૦ર૪ સુધી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની તબીબી સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓની તબીબી તપાસ જેમાં ૧૭ પ્રકારના રિપોર્ટ (જેવા કે હ્ય્દય, કીડની, ડાયાબીટીસ, લીવર, થાઈરોઈડ વગેરે) ની તપાસ વિના મૂલ્યે સવારે ૯ થી ૬ દરમિયાન જિલ્લા કચેરી, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, જુની કોર્ટ બિલ્ડીંગ, જોધપુર ગેટ, જામખંભાલિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકામાં કરી આપવામાં આવશે. આ માટે લાભાર્થીએ ઈ-નિર્માણ કાર્ડ નંબર તથા તેના નોંધાયેલ મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે તેમ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણબોર્ડની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial