Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૬: આગામી પમી સપ્ટેમ્બરના શિક્ષકદિને રાજ્યમાં તાલુકા જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અપાતા હોય આ સંદર્ભમાં દ્વારકા જિલ્લામાં ખાસ બેઠક યોજાઈ હતી તથા વિવિધ કમિટીઓ પણ બનાવાઈ હતી.
જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા તથા જિ.પ્રા.શિ. મધુબેન ભટ્ટની ઉપસ્થિતિમાં કમિટીના સદસ્યો તથા કેળવણીકારોને સાથે રાખી ચર્ચા કરવામાં આવી હતી. કઈ રીતે એવોર્ડ મેળવવા અરજી કરનારા શિક્ષકોનું મૂલ્યાંકન કરવું તે અંગે વિગતવાર સમજુતી આપવામાં આવી હતી.
અગાઉ માત્ર શિક્ષકની યોગ્યતા અને તેના કાર્ય મુજબ એવોર્ડમાં ગુણ અપાતા હતા જ્યારે આ વખતે શાળામાં શિક્ષકની હાજરી તેણે કરેલું કામ, તેના દ્વારા લખાયેલ વિવિધ પુસ્તકો કે અન્ય કામગીરી, શાળા સમાજ ઉત્કર્ષમાં તેનું યોગદાન સહિતના મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવશે. તેઓ તથા બીઆરસી તથા જામનગર જિલ્લાના કેળવણીકાર જે.ડી. ચાવડા, દ્વારકા જિલ્લાના હિતેન્દ્રભાઈ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial