Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.એસ.ડબલ્યુ સાંઈ પરિવાર-સંત કંવરરામ સેવા સમિતિ દ્વારા
જામનગર તા. ૧૬: જામનગરના એસએસડબ્લ્યુ સાંઈ પરિવાર અને સંત કંવરરામ સેવા સમિતિ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન 'ચાલીહા મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જે મહોત્સવનો આજથી ભક્તિભાવ સાથે આરંભ થયો છે. આ મહોત્સવ રપ ઓગષ્ટ સુધી ચાલશે.
ચાલીહા મહોત્સવ અન્વયે સિંધી સમાજના ધર્મગુરૂ સંત સાંઈ શહેરાવાળા જામનગર પધારી રહ્યા છે. તેમના સાનિધ્યમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૬ વાગ્યે નાનકપુરીથી કાર્યક્રમના સ્થળ વેજુમા હોલ સુધી શોભાયાત્રા યોજાશે. સાંજે ૭ વાગ્યે શહેરાવાળા સાંઈજીના સાનિધ્યમાં વેજુમા હોલમાં સત્સંગ-પ્રવચન તથા સિંધી મ્યુઝીકલ પ્રોગ્રામ યોજાશે. ત્યારપછી જ્ઞાતિજનો માટે ભંડારા/પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિકોત્સવ માં સિંધી સમાજના જ્ઞાતિજનો, સમાજની દરેક પંચાયત, સંસ્થા, મંડળોને પધારવા આયોજકોએ અનુરોધ કર્યો છે.
જામનગરના ઝુલેલાલ મંદિરોમાં આ મહોત્સવની તૈયારી ચાલી રહી છે. ૪૦ દિવસના વ્રતની સમાપ્તિ પછી ૪ મા દિવસે મટકી અને ભહેરાણા સાહેબ સરઘસ સહિતના કાર્યક્રમો સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
ચાલીહા સાહેબ વ્રત અનુષ્ઠાન ૪૦ દિવસ ઉપવાસ કરવાની સાથે ૪૦ થી વધારે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ઉપવાસીઓએ બાલ-દાઢી ન કરવી, શરીરે સૌંદર્ય ચીજો અંગીકાર ન કરવો, ગૃહસ્થ જીવનથી દૂર રહેવું, નશીલા પદાર્થોનું સેવન ન કરવું, શાકાહારી ભોજન લેવું, સફેદ ખાદ્યચીજોથી દૂર રહેવું, ચાર પાય ખુરશી પર ના બેસવું, પલંગ પર ન સુવું, શરીર પર ચામડાનો અંગીકાર કરવો નહીં, બહારનું ખાવું નહીં સહિતના નિયમોનું પાલન કરવાનું રહે છે. મંદિરમાં દર્શન-આરતી માટે જવાનું હોય છે. ચાલીહા સાહેબના છેલ્લા દિવસે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે અને વિધિવિધાનથી વ્રતની સમાપ્તિ કરી પુનઃ સાંસારિક જીવનમાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial