Advertisement
Author: નોબત સમાચાર

તામિલનાડુના એડવોકેટ કે. આર્મસ્ટ્રોંગની હત્યાની તપાસ સીબીઆઈને સોંપવા માંગણી

જામનગર બસપાનું આવેદનપત્રઃ

જામનગર તા. ૧૬: તામિલનાડુના બહુજન સમાજ ૫ાર્ટીના પ્રદેશ અધ્યક્ષની કોઈ શખ્સોએ હત્યા નિપજાવી હતી. આ બાબતે જામનગરમાં બસપા દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું.

જામનગરમાં બસપાના કાર્યકરોએ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. જેમાં એવી રજુઆત કરી હતી કે તામિલનાડુના બસપાના પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ કે. આર્મસ્ટ્રોંગની હત્યા નિપજાવાઈ છે.

આથી આ બનાવની સીબીઆઈ મારફત તપાસ કરાવવી જોઈએ, અને આરોપીઓને કડક સજા કરવામાં આવે , તેના પરિવારને વળતર ચૂકવવામાં આવે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh