Advertisement
Author: નોબત સમાચાર

ડુંગર ઉપરથી વહેતા થયા ઝરણાઃ ખોડીયાર ઝરનો ધોધ ચાલુ થયોઃ આહ્લાદક દૃશ્યો સર્જાયા

સોળે કળાએ ખીલી ઉઠી બરડા ડુંગરની હરિયાળી સુંદરતા

ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પાસેના બરેડો ડુંગર જે છેક પોરબંદર જિલ્લા સુધી વિસ્તારેલો છે તથા માણસના 'બરડા' વાંસા પીઠના આકારનો હોય તેનું નામ બરડો પડેલ છે તથા અહીં અનેક ઔષધીઓનો ભંડાર તથા સાહસિકો માટે પર્વતારોહણના પ્રાથમિક પગથીયા જેવો તથા આસ્થાળુ માટે અનેક દેવાલયો પવિત્ર જગ્યાઓ સાથેનો બરડો ડુંગર ચોમાસામાં સતત વરસાદ પડતા હરિયાળો લીલોછમ અને દૂરથી વરસાદી વાદળો ડુંગરની ટોચ સાથે હસ્તધૂનન' કરતા જતાં હોય તેવા આહ્લાદક દૃશ્યો જોવા મળી રહ્યા છે.

બરડા ડુંગર વિષે જાણીએ તો તે ૪૦ જેટલા કિ.મી.માં ભાણવડની છેક રાણાવાવ સુધી વિસ્તરેલો છે તેના અમુક શિખરો ર૦૦૦ ફૂટથી ઉંચા છે અને ઘુમલીથી આભાપરા, આભાપરાથી કિલેશ્વર મહાદેવ, પાણીર માઈન્સથી કિલેશ્વર, ફોદાળા ડેમથી કિલેશ્વર જેવા જંગલ પર્વતીય ટ્રેક આકર્ષણરૂપ છે.

અહીં ઘુમલી પાસે ડુંગર પર પગથિયા સાથે આશાપુરા તથા સામુદ્રી માતાજી વિધ્વવાસીની માતાજી, ભ્રગુકુંડ, જાણીતા છે. ઘુમલી પાસે તળાવ પાસે જંગલમાં અતિ પ્રાચીન ભીમનાથ મહાદેવનું મંદિર તથા છેક નવમી સદીમાં બનેલા સોન કંસારી મંદિરો આવેલા છે તથા અહીં દીપડા જેવા પ્રાણીઓ પણ વ્યાપક રહે છે.

જો કે ડુંગર ઉપર જવા અનેક કેડીઓ છે પણ જો પરિચિતના હોય તો ભૂલા પડી જવાય ચોમાસા તથા શિયાળામાં ટ્રેકીંગમાં સાહસિકો ઉમટે છે. ઘુમલી પાસે પ્રાચીન નવલખો મહેલ રાણાવાવ પાસે જાંબુવન ગુફા પણ જાણીતી છે. તો ચોમાસામાં ખોડીયાર ઝર ધોધ સહિત અનેક નાના મોટા ધોધ પણ આકર્ષણરૂપ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh