Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ વસતિ દિવસની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૧૬: જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ભલસાણ હેઠળ આવતા મોરકંડા ગામમાં આવેલ શ્રી જી.આર. માલદે હાઈસ્કૂલમાં વિશ્વ વસતિ દિવસની ઉજવણી અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધો. ૯ અને ધો. ૧૦ ના ૯પ જેટલા વિદ્યાર્થીઓને કોલેરા રોગ અને એનિમિયા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોલેરા બેક્ટેરિયાથી થતું ઈન્ફેક્શન છે જે વિશિષ્ટ વિબ્રિઓ કોલેરા-બેક્ટેરિયાથી થાય છે. જે આંતરડાનો તીવ્ર ચેપી રોગ છે. તેના કારણે ઝાડા, ઉલટી થાય છે અને શરીરમાં પ્રવાહી ઘટી જાય છે. ગંભીર કિસ્સાઓમાં જો તાત્કાલિક સારવાર ન મળે તો દદીને ડિહાઈડ્રેશન થઈ શકે છે. તેને આઘાત (શોક) લાગી શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. તે માટે ઉકાળેલું ગરમ પાણી પીવું જોઈએ, તેમજ વારંવાર હાથ ધોઈને સ્વચ્છ રાખવા અને અન્ય સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અન્ય વાહકજન્ય રોગ જેવા કે મેલેરિય, ડેન્ગ્યૂ જેવા રોગો ન ફેલાય તેના માટે શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતાં. આ રોગના વાયરસને રોકવા માટે ઘરમાં અગાસી પર પક્ષી કુંજને સમયસર સાફ કરવું તેમજ ખુલ્લા પાણીના ટાંકા ઢાંકી રાખવા જોઈએ.
આ સિવાય એનિમિયા આયર્નની ઉણપથી થઈ શકે છે. શરીરમાં લાલ રક્તકણોની સંખ્યામાં ઘટાડો થાય છે. તેના કારણે થાક લાગવો, શ્વાસોચ્છવાસમાં તકલીફ પડવી વગેરે જેવી સમસ્યા થાય છે. આવા સંજોગોમાં પોષણયુક્ત આહાર, લીલા શાકભાજી, કઠોળ, ઘઉં, બાજરી, રાગી વગેરે પોષણયુક્ત આહાર લેવા અંગે માહિતી અપાઈ હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નૂપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ, ડી.એસ.બી.સી.સી. ચિરાગ પરમાર, એમ.પી.ડબલ્યુ. એસ.ટી.એસ. વિમલભાઈ નકુમ અને પી.એમ.ડબલ્યુ કપિલ લીંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત સર્વેને માહિતી આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial