Advertisement
Author: નોબત સમાચાર

કોલેરા સહિતના રોગચાળા સામે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિદ્રામાં

જામનગર-શહેર કોંગ્રેસના આક્ષેપઃ

જામનગર તા. ૧૬: જામનગર શહેરમાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે જાહેર થયા મુજબ કોલેરાના દસ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત તાવ, ઝાડા, ઉલટી સહિતના રોગીઓના અસંખ્ય કેસો જી.જી. હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ, દવાખાનામાં આવી રહ્યા છે. જામનગર શહેરના માત્ર બે-ત્રણ વોર્ડ વિસ્તાર નહીં પણ સમગ્ર શહેરમાં રોગચાળો વ્યાપક બની રહ્યો છે ત્યારે જામનગર મહાનગરપાલિકાનું  તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો ગંભીર આક્ષેપ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કર્યો છે.

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રોગચાળાને કાબુમાં લેવા યુદ્ધના ધોરણે તમામ જરૂરી કાર્યવાહી કરવા ઉગ્ર રજુઆત કરી હતી.

બેડી, નવાગામ ઘેડ, દરેડ, ખોજા નાકા વગેરે વિસ્તારમાં કોલેરા તથા રોગચાળો ફાટી નીકળેલ છે, અને જામનગર મહાનગરપાલિકા આરોગ્ય તંત્ર સાવ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલ છે. આરોગ્ય અધિકારીએ કોઈપણ વિસ્તારની મુલાકાત લીધેલ નથી. આ અંગે કોઈપણ કાર્યવાહી કરતા નથી. જામનગર મહાનગરપાલિકા મુખ્ય મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે, તે ભરવામાં આવેલ નથી. આરોગ્ય અધિકારી પોતાની મન માની કરે છે, આવા અધિકારીઓ શહેરીજનોના આરોગ્ય ખતરામાં મુકે છે અને આ રોગચાળો ફાટી નીકળેલ છે. ત્યારે કોઈનું મૃત્યુ થાય તો તેની માટે જવાબદાર કોણ..??

જામનગર મહાનગર પાલિકા દ્વારા દરેક વિસ્તારોમાં સફાઈ કરાવી, દવાનો છંટકાવ કરવા, ઘરે ઘરે જઈને સર્વે કરાવી દવા-સારવારની વ્યવસ્થા કરવા સહિતના પગલા લેવા માંગણી કરવામાં આવી છે. જો મનપાનું તંત્ર હજુ પણ નિષ્ક્રીય રહેશે તો રોગચાળો બેકાબુ બનશે તેવી ચિંતા વ્યકત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh