Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે બપોરથી ક્રમબદ્ધ ઝુલુસઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં મુસ્લિમ સમુદાય દ્વારા પવિત્ર મોહર્રમ પર્વમાં આજે સરઘસની રાત ઉજવવામાં આવશે. આજે રાત્રે તમામ તાજીયા પડમાં આવશે, તે પછી ઝુલુસ નીકળશે. જ્યારે બુધવારના બપોરના તાજીયા શહેરના માર્ગ પરથી નીકળશે.
મુસ્લિમ સમુદાયના નવા વર્ષના પ્રથમ માસે મોહર્રમ શરીફ કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુશેને માનવ હક્કોના જતન કાજે અને શહાદતની ગમભરી યાદમાં નગરના મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજવામાં આવતા કલાત્મક તાજીયા ઝુલુસમાં આજે સરઘસની રાત્રે અને બુધવારના બ૫ોરે શહેરમાં નીકળી નગરના માર્ગ પરથી ક્રમબદ્ધ રીતે પ્રસ્થાન કરશે, જે માટે મુસ્લિમ બિરાદરો તડામાર તૈયારી કરી રહ્યાં છે.
નગરના રાજાશાહીના સમયથી સદ્ભાવ સાથે પસાર થતા બેનમૂન કલાકારીગરી અને રંગબેરંગી રોશની સજાવટથી ઓપતા કલાત્મક તાજીયાના ઝુલુસવેળાએ સમગ્ર શહેર આજુબાજુના ગામોમાં હિન્દુ-મુસ્લિમોના સહકારથી તાજીયા રૂટપર અનેક સ્થળોએ ઠંડાપીણા, દૂધ, ચણા-બટેટા, આઈસ્ક્રીમનું ન્યાઝરૂપે સર્વેને વિતરણ કરવામાં આવશે.
મસ્જિદોમાં યોજાયો શાનદાર નુરી કાર્યક્રમ
રતનબાઈ મસ્જિદ, સુમરાચાલી, રઝાનગર, બેડી-બેડેશ્વર, જવાહરનગર નં. ૧/ર, માધાપર, જોડિયા-ભૂંગા, સિક્કા, સલાયા, વાડીનાર, ખંભાલીયા, ધ્રોલ, ઓખા, મીઠાપુર વિગેરે અનેક સ્થળોએ રંગબેરંગી રોશનીની સજાવટ સાથે મંડપો અને કમાનો ઊભી કરી શહીદે આઝમ કરબલાની યાદમાં વાએઝના શાનદાર નુરી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial