Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકીને રૂ. ૬ લાખ વળતર પેટે ચૂકવાશેઃ
જામનગર તા. ૧૬: જામનગરમાં દોઢ વર્ષ પહેલાં ચાર વર્ષની એક બાળાને ચોકલેટ આપવાની લાલચ બતાવી એક નેપાળી શખ્સે તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શખ્સ સામે ફીટકાર વરસ્યો હતો. તે અંગેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૩૦ વર્ષની કેદની સજા અને રોકડનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર બાળકીને રૂ. ૬ લાખ કમ્પેઈનસેશનમાંથી વળતર પેટે ચૂકવી અપાશે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જામનગરના ખોડિયારકોલોની વિસ્તાર પાસે ન્યુ આરામ કોલોનીમાં વસવાટ કરતા એક પરિવારની બાળકીને ગઈ તા.૧-૧-૨૦૨૩ના દિને સર્જન ઉર્ફે ઝહરી ઉર્ફે જંગ બહાદુર વિશ્વકર્મા નામનો નરાધમ ચોકલેટ આપવાની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો.
ચાર વર્ષની ફૂલ જેવી આ બાળકીને એક સ્થળે લઈ જઈ આ શખ્સે તેણીના કપડા ઉતારી પાશવી દુષ્કૃત્ય ગુજાર્યું હતું. તે બનાવ બહાર આવતા આ શખ્સ પર ફીટકાર વરસી ગયો હતો. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૭૬ (એ) (બી) તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૫, ૬, ૮, ૧૦, ૧૧, ૧૨ હેઠળ ગુન્હો નોંધી જંગબહાદુર વિશ્વકર્માની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે ૩૭ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા ઉપરાંત બાવીસ સાક્ષીની જુબાની પણ રજૂ કરી હતી. તે ઉપરાંત ડીએનએ ટેસ્ટ, રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ પણ રજૂ કરાયા હતા. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી સર્જન ઉર્ફે ઝહરી ઉર્ફે ંજંગબહાદુર વિશ્વકર્માને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૬૩ના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ. પ હજારનો દંડ, પોક્સો એક્ટની કલમ ૪માં રહેલી જોગવાઈ મુજબ ૩૦ વર્ષની કેદની સજા અને રૂ. પ હજારનો દંડ, કલમ ૬ હેઠળ પણ ૩૦ વર્ષની સજા અને રૂ. ૫ હજારનો દંડ, પોક્સો એક્ટની કલમ ૧૦માં સાત વર્ષ કેદ અને રૂ. પ હજારનો દંડ, કલમ ૧૨ હેઠળ ત્રણ વર્ષની કેદ અને રૂ. પ હજાર દંડ, આઈપીસી ૩૭૬ (એ) (બી) તથા પોક્સો એક્ટ હેઠળની સજા એકસાથે ભોગવવાનો હુકમ કરાયો છે. તે ઉપરાંત ભોગ બનનાર બાળાને કમ્પેઈનસેશનમાંથી રૂ. ૬ લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમ થયો છે. સરકાર તરફથી જામનગરના જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial