Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંચ માંગવાના ગુન્હામાં મળ્યા હતા ચાર દિ'ના રિમાન્ડઃ
જામનગર તા. ૧૬: જામનગરની જી.જી. હોસ્પિટલના મેડિસીન વિભાગના પટાવાળાની લાંચ માંગવાના ગુન્હામાં એસીબીએ ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં અદાલતમાં હાજર કરાયેલા આરોપીને જેલમાં ધકેલી દેવાનો હુકમ થયો છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં મેડિસીન વિભાગમાં પટાવાળાની ફરજ બજાવતા અશોક પરમાર નામના શખ્સે ગયા મહિને તબીયત માટે એક સર્ટિફિકેટ કઢાવવા આવેલા શિક્ષક પાસે રૂ. ૪૫ હજાર લાંચ પેટે માગ્યા પછી રૂ. ૨૦ હજાર લઈ લીધા હતા અને બાકીના રૂ. ૨૫ હજાર માટે શિક્ષક તથા પટાવાળાએ મુદતની વાત કરી હતી. તે પછી શિક્ષકે એસીબી વિભાગમાં ફરિયાદ કરી હતી.
તેના પગલે ગઈ તા.૭ જુનના દિને જી.જી. હોસ્પિટલમાં જ છટકુ ગોઠવાયું હતું. એસીબીએ આપેલી પાવડરવાળી નોટ લઈને ફરિયાદી હોસ્પિટલમાં આવ્યા હતા પરંતુ છટકાની ગંધ આવી જતાં પટાવાળો અશોક તે રકમ સ્વીકારવાના બદલે નોટ પાણીમાં ધોવડાવી નાખી નાસી ગયો હતો. એસીબીએ તેની સામે ગુન્હો નોંધ્યો હતો.
આરોપી પટાવાળાએ ધરપકડ ટાળવા આગોતરા જામીનની કોર્ટમાં માગણી કરી હતી. તે અરજી નામંજૂર થતાં ગયા અઠવાડિયે અશોક એસીબી સમક્ષ હાજર થયો હતો. તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ પાસ થયા હતા. તેની ગઈકાલે મુદ્દત પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો તેને જેલમાં મોકલી આપવાનો હુકમ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial