Advertisement
Author: નોબત સમાચાર

ખીરી ગામના પાટિયા પાસે ટ્રેક્ટરે વળાંક લેતાં ટકરાઈ પડ્યું બાઈક

ઘવાયેલા બાઈકચાલકે પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ૧૬: જોડિયા ધોરીમાર્ગ પર ખીરી ગામ પાસે સપ્તાહ પહેલાં ટ્રોલી સાથે દોડ્યા જતા એક ટ્રેક્ટરે અચાનક જ વળાંક લઈ લેતાં તેની પાછળ બાઈક ટકરાઈ પડ્યું હતું. બાઈકચાલક કુન્નડ ગામના યુવાનને ઈજા થઈ છે. તેણે ટ્રેક્ટર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં રહેતા હીરેનભાઈ ધીરજભાઈ નકુમ નામના યુવાન ગઈ તા.૭ની સાંજે પાંચેક વાગ્યે બાલાચડીથી હડિયાણા વચે આવેલા ખીરી ગામના પાટિયા નજીકથી જીજે-૧૦-ડીજી ૪૧૬૧ નંબરના બાઈકમાં જતા હતા.

આ વેળાએ જીજે-૩-જેઆર ૬૦૪૭ નંબરનું ટ્રેક્ટર અને તેની સાથે જોડાયેલી ટ્રોલી પુરપાટ ઝડપે ધસી આવ્યા હતા. તેના ચાલકે અચાનક જ વળાંક વાળી લેતા હીરેનભાઈ બાઈક સાથે ટ્રોલીમાં ટકરાઈ પડ્યા હતા. આ અકસ્માતમાં તેઓને હાથમાં ફ્રેક્ચર ઉપરાંત કપાળના ભાગે ઈજા થઈ છે. તેઓએ જોડીયા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh