Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીટર ચેક કરતા સર્કિટ સાથે હોશિયારીપૂર્વક છેડછાડ જણાઈ
જામનગર તા. ૧૬: જામનગરના એક વીજ ગ્રાહક દ્વારા સ્માર્ટ રીતે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું લેબોરેટરીમાં ચેકીંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું. ગ્રાહક દ્વારા વીજ મીટરમાં ચેડા કરી વીજ ચોરી કરાતી હોવાનું સામે આવ્યા પછી એક લાખનું પુરવણી બિલ અપાયું હતું હતું. આમ વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.
જામનગર પીજી વીસીએલની લેબોરેટરીમાં ગઈકાલે એક વીજ ગ્રાહકના વીજ મીટરમાં ચેકીંગ દરમિયાન સ્માર્ટ રીતે કામગીરી કરીને અનોખી રીતે વીજ ચોરી પકડાઈ છે, અને તે વીજ ગ્રાહકને રૂપિયા એક લાખથી વધુનું પુરવણી બીલ અપાયું છે.
ક્રિકેટ બંગલો પાસે સિલ્વર એ પ૦૧ નંબરના ફલેટમાં શંકાના આધારે પીજીવીસીએલ દ્વારા વીજ મીટર બદલાવવામાં આવ્યું હતું અને જુનું મીટર વીજ તપાસણી કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ હતું. જ્યાં ગઈકાલે આ મીટરનું પરિક્ષણ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા લેબોરેટરી અધિકારી સાથે રહી તપાસણી કરવામાં આવી હતી, જેમાં મીટર બોડી પાછળ નાનો ચોરસ કટકો કાપીને અંદરની મીટર સર્કિટ સાથે એક વધારાનો રજિસ્ટન્સ જોડેલો હતો, અને નરી આંખે જોઈ ના શકાય તેવી સ્માર્ટ રીતે ફરીથી મીટર બોડી સાથે ચિપકાવી દીધેલું હતું.
આ બાહ્ય રઝિસ્ટન્સની મદદથી વીજ મીટરમાં નોંધાતો પાવર અટકાવી સ્માર્ટ રીતે વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી વીજ ચોરી બદલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઈજનેર અજય પરમાર દ્વારા વીજ અધિનિયમ ર૦૦૩ ની કલમ ૧૩પ હેઠળ કાર્યવાહી કરી વીજ પોલીસ મથકે એફઆઈઆર નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને કચેરી દ્વારા રૂ. ૧,૦૧,૩૬૮નું પુરવણી બિલ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial