Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળ સુધારગૃહમાં મોકલાયોઃ ધરપકડનો આંક પાંચ થયોઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક આહિર પરિવારે ધારાગઢના રેલવે ટ્રેક પાસે જઈ ગયા સપ્તાહે કરેલી સામૂહિક આત્મહત્યાના કેસમાં ચાર આરોપીની પોલીસે ધરપકડ કર્યા પછી ગઈકાલે કાયદાથી સંઘર્ષિત કિશોરની પણ અટકાયત કરાઈ હતી. તેને રાજકોટ સ્થિત બાળસુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે.
જામનગરના ગોકુલનગર સાંઢીયા પુલ પાસે માધવ બાગ-૧માં રહેતા અને બ્રાસપાર્ટની ભઠ્ઠી ચલાવતા અશોકભાઈ જેઠાભાઈ ડુવા તથા તેમના પત્ની લીલુબેન, પુત્ર જીજ્ઞેશ, પુત્રી કિંજલ ગયા સપ્તાહે એક બાઈક તથા સ્કૂટરમાં ઘરેથી નીકળી ગયા પછી ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ પાસે રેલવે ટ્રેક નજીક પહોંચ્યા હતા અને ત્યાં આ પરિવારે એકસાથે જ કોઈ ઝેરી દવા પીધી હતી.
ચારેય વ્યક્તિના મૃત્યુ નિપજ્યા પછી કોઈએ મૃતદેહ નિહાળી પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મૃતદેહો નજીકથી મળી આવેલા થેલામાંથી ચાર મોબાઈલ અને એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં આ પરિવારના મોભી અશોકભાઈને રૂ. ૨૦ લાખની કડક ઉઘરાણી કરી દબાવાતા હોવાની વિગતો ખૂલી હતી. જેના પગલે પોલીસે ગુન્હો નોંધી હાથ ધરેલી તપાસમાં વારા ફરતી ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
આ ગુન્હામાં આરોપીઓ અંગે તપાસ કરવા દેવભૂમિ દ્વારકા એસપી નિતેશ પાંડેયે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ ખાસ ટૂકડીની રચના કરી હતી. પોલીસે દરેડ જીઆઈડીસીમાં વી.એમ. મેટલ નામની પેઢી ચલાવતા વિશાલ જાડેજાએ પૈસાની માગણી કરી હોઈ અને વિશાલ પ્રાગડા નામના શખ્સે અશોકભાઈને રૂ. પ લાખ ૫૩ હ હજાર ન આપી પજવ્યા હોવાનું ખૂલતા બંનેની ધરપકડ કર્યા પછી શૈલેન્દ્રસિંહ દિલુભા અને જયદીપસિંહ કનકસિંહની પણ ધરપકડ કરી હતી.
આ કેસમાં ગઈકાલે તપાસનીશ પોલીસ ટીમે કાયદાથી સંઘર્ષિત એક કિશોરની પણ અટકાયત કર્યા પછી તેની પૂછપરછ કરી રાજકોટ સ્થિત બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial