Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજખોરીની ફરિયાદ નોંધાવવા અનુરોધઃ
ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરી ડામી દેવા અને લોકોમાં જાગૃતિ આવે તે રીતે માર્ગદર્શન આપવા બેઠકો યોજવામાં આવી રહી છે. વ્યાજખોરીથી ત્રસ્ત લોકોને પોલીસમાં ફરિયાદ નોંધાવવા અનુરોધ કરાઈ રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, સલાયા, ઓખા, ભાટિયા, કલ્યાણપુર સહિતના ગામોમાં વ્યાજખોરી ડામી દેવા અંગે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી જિલ્લા પોલીસ દ્વારા બેઠકો યોજવામાં આવી રહી છે. જેમાં માર્ગદર્શન સાથે જરૂરિયાતમંદ લોકો માટે લોનમેળાનું પણ આયોજન કરાઈ રહ્યું છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા, સલાયા, વાડીનાર, ભાણવડ, ભાટિયા, કલ્યાણપુર, જામરાવલ, દ્વારકા, ઓખા, મીઠાપુર સહિતના પોલીસ મથકો દ્વારા તેમના વિસ્તારના ગામડાઓમાં પણ બેઠકો તથા માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. વ્યાજના વિષચક્રમાં ફસાઈને આત્મહત્યા તરફ વળી જતા લોકોને અટકાવવા તથા વ્યાજ ખોરી ડામવા કાર્યક્રમો યોજાયા છે. ત્રાહિત વ્યક્તિઓને કાયદાની જોગવાઈ અંગે માર્ગદર્શન આપી વ્યાજખોરી અંગે નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પણ અનુરોધ કરાઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial