Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગીરગંગા ૫રિવાર ટ્રસ્ટ - રાજકોટ દ્વારા આરાધનાધામમાં યોજાયેલા
ખંભાળીયા તા. ૧૬: વિશ્વ વિખ્યાત હાલારતીર્થ - આરાધનાધામમાં તા. ૧ર-૭-ર૦ર૪ ના ગીરગંગા પરિવાર ટ્રસ્ટ - રાજકોટ દ્વારા જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગૌશાળાનું સંમેલન યોજાયેલ તેમાં ગુજરાત સરકાર દ્વારા પશુદીઠ દૈનિક રૂ. ૩૦/- ની સબસિડી આપવામાં આવે છે, તે આવકાર્ય છે. પરંતુ વર્તમાનમાં મોંઘવારી પ્રમાણે તે રકમ નિભાવ માટે ખૂબ જ ઓછી પડે છે. દેશનું મહામુલુ ગૌધન બચાવવાનું હોય તો સરકાર દ્વારા એક પશુ દીઠ રૂ. ૧૦૦ જે દૈનિક ખર્ચ થાય છે, તે સબસિડી મળવી જોઈએ તેવી માંગણી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટના દિલીપભાઈ સખીયાએ રજૂ કરી હતી અને ગૌશાળાને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી નિરાકરણ માટે મદદ કરવા તૈયારી બતાવી હતી.
આ સંમેલનમાં આરાધનાધામના મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહ પાંજરાપોળ ટ્રસ્ટી પ્રેમચંદભાઈ ખીમશીયા, રાજુભાઈ ખીમશીયા તેમજ રાજકોટથી રમેશભાઈ ઠક્કર - શ્રીજી ગૌશાળા, ધીરૂભાઈ કાનાબાર, સૌરાષ્ટ્ર-કચ્છ ગૌસેવા સમિતિ પ્રભારી - પરેશભાઈ જોષી, શેઠ હરજીવનદાસ પાંજરાપોળ - ખંભાલીયા, દિપક જારીયા, શ્રી દ્વારકાધીશ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકા, રામજીભાઈ મજીઠીયા, ભાણવડ મહાજન પાંજરાપોળ, મુકેશભાઈ સંઘવી માધવ - પાંજરાપોળ - સૂરજકરાડી, મુકુન્દભાઈ શ્રી આણદાબાવા સંસ્થા, જામનગર કિશોરભાઈ ખંભાલીયા, રઘુવીર સેના પ્રમુખ ભરતભાઈ મોટાણી, રેડક્રોસ સોસાયટી પ્રમુખ કિરીટભાઈ મજીઠીયા, પ્રેસ પ્રતિનિધિ કુંજન રાડીયા, ગૌસેવક રમેશભાઈ દાવડા, નરસિંહભાઈ ભાયાણી, એનિમલ કેરના ભટ્ટભાઈ, અશોકભાઈ તથા કલ્યાણપુર, ભાટિયા, દેવરીયા, રાણ, ગૌરાણા, માલેતા, મેવાસા, કેનેડી જામજોધપુર, જાંબુડા દરેક ગામની ગૌશાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતાં, અને સૌ સાથે મળી ગૌપ્રેમી ગુજરાત સરકારમાં રૂ. ૧૦૦/- દૈનિક પશુઓને મળે તે માટે રજૂઆત કરવા નક્કી કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ ચોપડા તથા ટ્રસ્ટી રાજેશભાઈ ખીમશીયાએ કર્યુ હતું તથા આભારવિધિ સંસ્થાના મેનેજર સુધીર પંડ્યા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial