Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજખોરી અંગે વેપારીએ કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક વેપારી પાસેથી એક્ટિવા સ્કૂટર પડાવી લેનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે અને એક્ટિવા કબજે કર્યું છે. થોડા દિવસ પહેલાં આ વેપારીએ કેટલાક વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેઓએ પોતાનું સ્કૂટર પણ ઝૂંટવી લેવામાં આવ્યું હોવાની રાવ કરી હતી. પોલીસે નાણા ધિરધાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ ફરિયાદે ભારે ચકચાર જગાવી હતી.
જામનગરના એક વેપારીએ થોડા દિવસ પહેલાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યા મુજબ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી માતૃ આશિષ સોસાયટીમાં રહેતા જયદીપસિંહ જીતેન્દ્રસિંહ સીસોદીયા નામના શખ્સે તેઓનું કાળા રંગનું એક્ટિવા સ્કૂટર પડાવી લીધુ હતું.
ઉપરોક્ત ગુન્હા અંગે પોલીસે આઈપીસી ૩૮૪, ૫૦૪, ૫૦૬ (ર), ૪૨૭ તથા નાણા ધિરધાર અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે પછી શરૂ થયેલી તપાસમાં પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે રૂ. ૩૦ હજારનું એક્ટિવા સ્કૂટર કબજે કરી આરોપી જયદીપસિંહ સીસોદીયાની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial