Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીજીપીના કથિત આક્ષેપોથી પ્રાદેશિક પક્ષોમાં ખળભળાટ
શ્રીનગર તા. ૧૬: ગઈકાલે ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા હતાં. તે પછી જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગઈ સાંજે થયેલી એક અથડામણમાં ઘાયલ થયેલા એક અધિકારી સહિત પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા છે. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. તે ઉપરાંત કથિત રીતે ત્યાંના ડીજીપીએ આપેલા કહેવાતા નિવેદને પણ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. બીજી તરફ સર્ચ ઓપરેશન વેગીલું બનાવાયું છે.
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે ગઈકાલે સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ન્યુઝ એજન્સીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ પપ કિ.મી. દૂર દેસા વન ક્ષેત્રમાં ધારી ગોટે ઉપારબાગીમાં એક જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. થોડીવાર પછી ફાયરીંગ પછી આતંકીઓએ ભાગવાની કોશિશ કરી. એક અધિકારીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ પડકારભર્યા વિસ્તારમાં ગાઢ જંગલો વચ્ચે તેમનો પીછો કર્યો. ત્યારપછી રાત્રે ૯ વાગ્યાની આજુબાજુ જંગલમાં વધુ એક અથડામણ થઈ.
સૂત્રોના જણાવ્યા મુજબ અથડામણમાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. મંગળવારે સવારે એક અધિકારી સહિત પાંચ જવાનોએ સારવાર દરિયાન દમ તોડ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં અનેક સ્થાનો પર થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળો હાઈ એલર્ટ પર છે. ૧૬ આર્મી કોર, જેને વ્હાઈટ નાઈટ કોરના નામથી પણ ઓળખવામાં આવે છે. વધારાના સૈનિકોને ડોડાના અથડામણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
આવી રહેલા તાજા અહેવાલો મુજબ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે ડોડા હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન જૈશ એ મોહમ્મદનું જ ઓફ શૂટ છે જેણે હાલમાં જ કઠુઆમાં સેનાના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી.
જમ્મુ ડિવિઝનના ડોડામાં આ એક મહિનાની અંદર આતંકવાદીઓ સાથે અથડામણની પાંચમી ઘટના છે. આ અગાઉ ૯-જુલાઈના રોજ એક એન્કાઉન્ટર થયું હતું. ગત્ મહિને ર૬-જૂનના રોજ એક આતંકી હુમલો થયો હતો અને ૧ર-જૂનના રોજ બે હુમલા થયા હતાં. આ તમામ હુમલા પછી આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. ગઈકાલે જ સુરક્ષા જવાનોએ ત્રણ આતંકીઓને ફૂંકી માર્યા હતાં. ગઈકાલે ડોડા જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ થતા આ કમનસીબ ઘટના બની હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.
બીજી તરફ સૂત્રોને ટાંકીને આવી રહેલા મીડિયા અહેવાલો મુજબ જમ્મુ-કાશ્મીરના જીડીપી આરઆર સ્વેને સોમવારે ઘાટીની પ્રાદેશિક પાર્ટીઓ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ પાર્ટીઓના કારણે જ પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, મુખ્યધારાની રાજકીય પાર્ટીઓએ આતંકી નેતાઓને તૈયાર કર્યા. જેથી તેઓ ચૂંટણીમાં સારૃં પ્રદર્શન કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે, અહીં પાર્ટીઓએ વોટ મેળવવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. ન્યૂઝ એજન્સીને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ઘાટીમાં કહેવાતા મુખ્યધારા અથવા પ્રાદેશિક રાજકારણના કારણે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યું છે.
વહેતા થયેલા અહેવાલો મુજબ સ્વેને આરોપ લગાવ્યો કે, સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓના ઘરે જવું અને સાર્વજનિક રીતે તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાની આ લોકો માટે સામાન્ય બાબત છે. તેમણે કહ્યું કે, આતંકવાદમાં નવા લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી અને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા, પરંતુ ભરતીમાં મદદ કરનારા અને નાણાકીય વ્યવસ્થા કરનારાની ક્યારેય તપાસ કરવામાં ન આવી. એસપી રેંકના અધિકારીઓની આતંકવાદીઓ સાથે ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા, જો કે, તેમણે કોઈ ગુનો નહોતો કર્યો.
ડીજીપીએ ર૦૧૪ માં ત્રાલમાં એક કૂવામાં ડૂબી જતા બે છોકરીઓના મોતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ર૦૧૪ માં બે છોકરીઓના ડૂબી જવાથી થઈ ગયેલા મૃત્યુને આતંકવાદીઓ દ્વારા અપહરણનું નામ આપવામાં આવ્યું હતું અને ત્યારપછી ઘાટીમાં હડતાળ અને રમખાણ પણ થયા. જો કે, સીબીઆઈ તપાસ અને એઈમ્સ ફોરેન્સિકમાં એ સ્પષ્ટ થઈ ગયું કે, આ માત્ર એક એક્સિડન્ટ હતું.
ડીજીપીની આ કથિત ટિપ્પણી ભારતીય સેના દ્વારા જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એલઓસી પાર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા પછી આવી છે. જમ્મુ અને કાશ્મીરના ટોચના પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘાટીમાં ઘણાં આતંકવાદીઓ નથી, પરંતુ આ જરૂરી વાત નથી કારણ કે આ લોકો કોઈના પ્રત્યે જવાબદાર નથી. જો કોઈ બેજવાદાર વ્યક્તિને પણ અહીં અંધાધૂંધ હત્યા કરવા માટે મોકલવામાં આવે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય હિંસા ફેલાવવાનો છે તો તે અમારા માટે એક મોટો પડકાર છે. આ મુદ્દે રાજકીય ક્ષેત્રે પણ પડઘા પડી રહ્યાં છે, અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial