Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી
જામનગર તા. ૧૬: જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ૩પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.
જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદી વાદળોના આંટાફેરા સતત જોવા મળી રહ્યા છે. ગોરંભાયેલા આકાશ વચ્ચે માત્ર વરસાદી છાંટા પડતા નગરજનો ફરી એક વખત નિરાશ થયા હતાં.
નગરમાં મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં ૧૦ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારો અનુભવાયો હતો.
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩પ ડીગરીએ સ્થિર રહ્યો હતો, અને આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial