Advertisement
Author: નોબત સમાચાર

લાયન્સ ક્લબ ક્વીન્સ અને લાયન્સ ક્લબ કીંગ્સના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ

જામનગરમાં આગામી તા. ર૧ જુલાઈના આયોજનઃ

જામનગર તા. ૧૬: જામનગરની લાયન્સ ક્લબ ક્વીન્સ તથા લાયન્સ ક્લબ કીંગ્સના નવા વરાયેલા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ લાયોનીઝમના રપ વર્ષની ઉજવણી સાથે 'શિખર' શીર્ષક હેઠળ તા. ર૧-૭-ર૦ર૪ ના રવિવારે સાંજે પાંચ વાગ્યે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં યોજવામાં આવ્યો છે.

વર્ષ ર૦ર૪-ર૬ માટે લાયન્સ ક્લબ ક્વીન્સના પ્રમુખ ધ્રુવીબેન સોમપુરા, સેક્રેટરી ડીમ્પલબેન મહેતા, ટ્રેઝરર માધવીબેન ભટ્ટ તથા તેમની ટીમના સભ્યો, જ્યારે લાયન્સ ક્લબ કીંગ્સના પ્રમુખ ડો. નરેન્દ્રભાઈ ભેંસદડિયા, સેક્રેટરી પૂર્વીબેન ચનિયારા, ટ્રેઝરર ભરતભાઈ દત્તાણી તથા ટીમના સભ્યોને લાયન્સના પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી પદગ્રહણ કરાવશે, જ્યારે ઈન્ડકશન ઓફિસર તરીકે પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ધીરજલાલ રાણપરિયા જવાબદારી સંભાળશે.

આ સમારોહના મુખ્ય અતિથિપદે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ લાયન શ્રી ક્રિષ્ના ગર્ગ (એસકે ગર્ગ), અતિથિવિશેષપદે ડિસ્ટ્રીક્ટ ગવર્નર ભરતભાઈ બાવીસી, ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર અભય શાહ, સેકન્ડ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર હાર્દિકભાઈ મહેતા, પીડીજી સુરેશભાઈ સંઘવી, પીએમસીસી કમલેશભાઈ શાહ, પીએમસીસી દિવ્યેશભાઈ સાકરિયા, અન્ય અતિથિ તરીકે પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર સર્વશ્રી વિનોદભાઈ દત્તાણી, રમેશભાઈ કોટેચા, મીનાબેન કોટેચા, હીરાલાલ ચાવલા, રમેશભાઈ પટેલ, રાજેશભાઈ દોશી, ધિરેનભાઈ બદિયાણી, ભૂપેન્દ્રસિંહ જાડેજા, હિતેષભાઈ ગણાત્રા, બિપીનભાઈ શેઠ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત કલમના ગૌરવ સમાન આઈપીડીજી, એમસીટી હીરલબા જાડેજા તથા ક્લબના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ગીતાબેન સાવલા ખાસ ઉપસ્થિત રહેશે. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ વિનોદકુમાર પાબારી, રીજિયન ચેરપર્સન કિરણબેન શેઠ, ઝોન ચેરમેન રાજેન્દ્ર રાયવડેરા, નિમિષાબેન નકુમ, નિરવભાઈ વડોદરિયા, ધીરજલાલ ગોંડલિયા, ગોવિંદભાઈ ભાટુ, ઓમપ્રકાશ દુધાણી, ભરતભાઈ કવાડ, જયેશભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh