Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તિક્ષણ હથિયારના ઘા ઝીંકાયાઃ ખેતીના ભાગ અંગે પરપ્રાંતિયનું કૃત્ય હોવાની આશંકાઃ
ખંભાળિયા તા. ૧૬: કલ્યાણપુર તાલુકાના પરબડી સીમમાં રહેતા એક વૃદ્ધ ખેડૂત ગઈરાત્રે પોતાના ખેતર સ્થિત મકાનના ફળીયામાં નિદ્રાધીન થયા પછી કોઈએ તિક્ષણ હથિયાર વડે હુમલો કરી તેઓની કરપીણ હત્યા નિપજાવી છે. બનાવની આજે સવારે જાણ થતાં પોલીસ કાફલો દોડ્યો છે. ખેતીના ભાગ અંગે કોઈ પરપ્રાંતિયએ હત્યા કરી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડી ગામમાં આવેલી પરબડી સીમમાં રહેતા વજુભા બનેસંગ જાડેજા નામના ૮૦ વર્ષના ખેડૂત ગઈરાત્રે પોતાના ખેતર સ્થિત મકાને હતા.
આ વૃદ્ધ ખેતીકામ પૂર્ણ કર્યા પછી અંદાજે સાડા આઠેક વાગ્યે ખેતર સ્થિત મકાનના ફળીયામાં નિદ્રાધીન થયા હતા. તે પછી ધારીયા કે તેવું કોઈ તિક્ષણ હથિયાર ધારણ કરીને અજાણ્યો શખ્સ ઘૂસી ગયો હતો. તેણે ખાટલા પર સુઈ રહેલા વજુભા પર પ્રાણઘાતક હુમલો કરી હથિયારના ઘા ઝીંકતા આ વૃદ્ધનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.
હત્યાના આ બનાવની આજે સવારે જાણ થવા પામી છે. પોલીસને વાકેફ કરાતા કલ્યાણપુરથી પીએસઆઈ યુ.બી. અખેડ તથા સ્ટાફ દોડી આવ્યા હતા. ડીવાયએસપી સાગર રાઠોડ તથા તેમની ટીમ પણ બનાવના સ્થળે ધસી ગઈ હતી. પોલીસે હત્યાના આ બનાવમાં ક્યું કારણ છે? તે જાણવા તપાસ શરૂ કરી છે. જાણવા મળ્યા મુજબ પરપ્રાંંતીયો સાથે ખેતીના ભાગ અંગે બોલાચાલી થયા પછી કોઈએ હત્યાને અંજામ આપ્યાની ચર્ચા થઈ રહી છે. પોલીસે સાચું કારણ જાણવા જુદી જુદી દિશાઓમાં તપાસના ઘોડા દોડાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આવી રીતે ખંભાળિયામાં પંથકમાં પણ હત્યાના બનાવ બનેલા છે ત્યારે પોલીસ વધુ ચોકસાઈપૂર્વક તપાસમાં આગળ વધી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial