Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાઓથી રાજધાની સુધી અને ગૃહમાં બોલાવશે તડાપીટ
નવી દિલ્હી તા. ૧૬: બજેટસત્રમાં કોેંગ્રેસ સંસદથી લઈને શેરીઓ સુધી સરકારને ઘેરશે અને ગૃહમાં મોટા મુદ્દા ઉઠાવશે, દેશમાં દેખાવો થશે. આ માટે રણનીતિ પર કામ શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.
સંસદના બજેટ સત્રમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે કેન્દ્રની એનડીએ સરકારને સંસદથી લઈને શેરીઓ સુધી ઘેરવાની રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. દેશના સળગતા મુદ્દાઓને સંસદમાં ઉઠાવવાની સાથે કોંગ્રેસ દિલ્હીથી લઈને રાજ્ય અને જિલ્લા મુખ્યાલયો સુધી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે.
વાસ્તવમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી પહેલાં સંસદનું બજેટ સત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વિપક્ષી પાર્ટી કોગ્રેસ આ સત્રમાં દરેક રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં દેશના ઘણાં રાજ્યોની મુલાકાત લીધી છે.
વર્તમાન મુદ્દાઓ ઉપરાંત મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે. કોંગ્રેસનું સૌથી મોટું ફોકસ નીટ અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી અન્ય ભરતી પ્રક્રિયાઓમાં થતી ગેરરીતિઓ પર છે. આ મુદ્દે સરકાર ઘેરાયેલી છે. રાહુલ ગાંધીએ છેલ્લા એક વર્ષમાં ત્રણ મુલાકાત લીધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અહીં સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વખત પણ અહીં પહોંચ્યા નથી.
કોંગ્રેસ સહિત વિપક્ષી સેનાની અગ્નિવીર યોજના બંધ કરવા કેન્દ્ર પર દબાણ બનાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાના શહીદ જવાનોના પરિવારજનોને મળીને આ મુદ્દો જોરથી ઉઠાવ્યો છે. સંસદમાં આ મુદ્દો ઉઠાવીને કોંગ્રેસ પણ એનડીએના ઘટક પક્ષોના સમર્થનની આશા રાખી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial