Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યૂટની સરાહનિય અને પ્રેરણાદાયક પ્રવૃત્તિઓઃ
જામનગર તા. ૧૬: હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જામનગર શહેર તથા જિલ્લામાં ચાલી રહેલી સમાજોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપવા હાપા પાસેના મનપાના મેદાનમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જેમાં સંસ્થાના સૌરાષ્ટ્ર-કચ્છના ઈન્ચાર્જ સચિનભાઈ વ્યાસ, ગુજરાત ફોરેસ્ટ વિભાગના નિવૃત્ત વડા અશોકભાઈ સક્સેના, એઈમ્સના નિવૃત્ત ડીન ડો. વિવેધ શર્મા, નેચરોપેથીના નિષ્ણાતે હાર્ટફૂલ ઈન્સ્ટિટ્યૂટ પ્રવૃત્તિઓ અને હાલના સમયગાળામાં તેના મહત્ત્વ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
જામનગરમાં સંસ્થાની પ્રવૃત્તિઓના અગ્રેસર અક્ષતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, જામનગરમાં હાપા પાસે મનપાના મેદાનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાના નિષ્ણતોના માર્ગદર્શન હેઠળ ક્યા રોપા કેવી રીતે વાવવા, ક્યું ખાતર નાંખવું, કેટલું અંતર રાખવું વગેરે તમામ બાબતોનું ધ્યાન રાખીને સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી વૃક્ષો વાવવામાં આવ્યા છે, અને માત્ર ત્રણ-ચાર મહિનામાં જ આ વૃક્ષો ૮-૧૦ ફૂટના થઈ ગયા છે.
આગામી દિવસોમાં સોનલનગરમાં પણ મનપાએ ફાળવેલી જગ્યામાં આ જ રીતે સંખ્યાબંધ વૃક્ષો વાવવામાં આવશે અને આ બન્ને સ્થળે વૃક્ષોથી આચ્છાદિત સુંદર ફૂલઝાડ સાથેના ગાર્ડનનું નિર્માણ શક્ય બનશે. આ ઉપરાંત આ વૃક્ષો વાવવાની સાથે સ્વયંસેવકો દ્વારા ધ્યાન ધરી પ્રકૃતિ સાથે એકાત્મક્તા સાધવાની સાધના પણ થઈ રહી છે.
હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યૂટનું મુખ્ય ધ્યેય જ આંતરિક પ્રકૃતિનું સંતુલન જાળવવાનું છે. જેનાથી શરીર રોગોથી મુક્ત રહે છે. મન તણાવયુક્ત રહે છે, અને દરેક વ્યક્તિની કામ કરવાની, વિચારવાની શક્તિમાં અનેકગણો વધારો થઈ શકે છે, તેથી આ સંસ્થાના માધ્યમથી જામનગર શહેર અને આસપાસના ર૪ ગામડાઓમાં સ્વયંસેવકો જઈને ત્યાંના યુવા વર્ગ, ગ્રામજનો સાથે ધ્યાનના કાર્યક્રમો યોજી રહ્યા છે. અત્યારે સંસ્થા સાથે અંદાજે ૧૦ હજાર જેટલા લોકો જોડાયેલા છે.
હાર્ટફૂલ ઈન્સ્ટિટ્યૂટ
આ સંસ્થાની સ્થાપના ભારતમાં ૧૯૮પ માં થઈ હતી, અને શ્રી રામચંદ્ર મિશન નામ હતું. હવે તે હાર્ટફૂલ ઈન્સ્ટિટ્યૂટ બની છે, પણ સંસ્થાની ૧૬૦ દેશોમાં શાખાઓ કાર્યરત છે. ભારતમાં હૈદ્રાબાદમાં સંસ્થાનું મુખ્યાલય અને વિશ્વનું સૌથી વિશાળ ધ્યાન કેન્દ્ર 'કાન્હા શાંતિવન' છે, અને અત્યારે આ સંસ્થાના વડા કમલેશભાઈ ડી. પટેલ (દાજી) છે.
હાર્ટફૂલનેસ, રાજયોગ ધ્યાનની પદ્ધતિ છે, જે 'સહજમાર્ગ' અથવા 'પ્રાકૃતિક માર્ગ' તરીકે પણ ઓળખાય છે. જે વીસમી સદીની શરૂઆતમાં અસ્તિત્વમાં આવી હતી તથા તેને ૧૯૪પ માં રામચંદ્ર મિશનના નામે સંસ્થાકીય રૂપ મળ્યું હતું.
હાર્ટફૂલનેસ માનવતા માટેનો વૈશ્વિક માર્ગ છે, જે કોઈ માન્યતા ઉપર નહીં, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રના વ્યક્તિગત અનુભવો ઉપર આધારિત છે. આજે આ પદ્ધતિ હાર્ટફૂલનેસ વે તરીકે ઓળખાય છે અને તેનો અભ્યાસ કોઈપણ ધર્મમાં માનનારા કે ન માનનારા તથા બધી જ સંસ્કૃતિમાંથી આવતા અને કોઈપણ ભૂમિકા ધરાવતા લોકો દ્વારા કરવામાં આવ્યો છે. હાર્ટફૂલનેસ પદ્ધતિના અનુભવ માટે સર્વેનું સ્વાગત છે.
હાર્ટફૂલનેસ ધ્યાન, વિશ્વભરના કરોડો અભ્યાસીઓના સ્વવિકાસ માટેની પદ્ધતિ છે, જે આપણને આ પરિવર્તનશીલ જગતમાં આંતરિક શાંતિ અને સ્થિરતા મેળવવામાં મદદ કરે છે.
આ પદ્ધતિ સરળતાથી અપનાવી શકાય તેવી છે અને પંદર વર્ષથી મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિ તે અપનાવી શકે છે. જીવનના દરેક ક્ષેત્રના, દરેક સંસ્કૃતિના, કોઈપણ ધર્મમાં માનનારા અને જુદી જુદી આર્થિક ક્ષમતાવાળા લોકો તેને અપનાવી શકે છે. હાર્ટફૂલનેસ પદ્ધતિની તાલીમ અત્યારે હજારો શાળાઓ અને કોલેજોમાં ચાલુ છે, તેમજ વિશ્વભરની મહાનગરપાલિકાઓમાં તથા બિનસરકારી અને સરકારી સંસ્થાઓમાં, લાખો વ્યાવસાયિકો હાર્ટફૂલનેસ ધ્યાન કરી રહ્યા છે. હજારો પ્રામાણિત સ્વયંસેવકો અને ધ્યાનની તાલીમ આપનારાઓ ૧૬૦ થી પણ વધુ દેશોમાં કાર્યરત છે અને આજે પ,૦૦૦ થી પણ વધુ હાર્ટફૂલનેસ કેન્દ્રો અસ્તિત્વ ધરાવે છે, જે હાર્ટસ્પોટ્સ તરીકે પણ ઓળખાય છે.
હાર્ટફૂલનેસ ધ્યાન, હૃદય-આધારિત અને અનુભવ આધારિત ધ્યાનની એક સરળ પદ્ધતિ છે, જેનું લક્ષ્ય મનની સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવાનું છે. જો તેને યગ્ય અને નિયમિત રીતે કરવામાં આવે, તો તેના થકી એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જે તમારા વ્યક્તિત્વનું (આંતરિક સ્વનું) આમૂલ પરિવર્તન કરે છે. વ્યક્તિનું અંદરથી અને બહારથી સમગ્ર તથા રૂપાંતરણ થાય છે. આ એક એવું રૂપાંતરણ છે કે જેના દ્વારા આપણે આપણી મર્યાદાઓની સીમાઓથી પર જઈને દુનિયાને એક નવા દૃષ્ટિકોણથી જોઈ તથા અનુભવી શકીએ છીએ. હાર્ટફૂલનેસ ધ્યાનની પદ્ધતિ દ્વારા કોઈપણ વ્યક્તિને ધ્યાન નિઃશુલ્ક કરાવવામાં આવે છે. હાર્ટફૂલનેસ ધ્યાનની વિશેષતા 'તમે પોતે જ પ્રયોગ છો, તમે પોતે જ પ્રયોગકર્તા છો અને તમે પોતે જ પરિણામ પણછો'.
હાર્ટફૂલનેસ સાધનના મુખ્ય ત્રણ પાસાઃ યૌગિક પ્રાણાહુતિની મદદથી કરાતું ધ્યાન, મન અને હૃદયની સફાઈ અને સ્વસાથેનું જોડાણ પ્રાર્થના.
ધ્યાનઃ હાર્ટફૂલનેસ ધ્યાન નિયમિત કરવાથી આપણું મન વધારે એકાગ્ર રહેશે અને ધ્યાન દ્વારા આપણી લાગતીઓ, અંતર્જ્ઞાન અને ચેતના વધારે ગાઢ થશે.
સફાઈઃ સફાઈને કારણે આપણામાં હળાવશ અને ખુશી આવે છે અને આપણું વલણ ચિંતામુક્ત બને છે, કારણ કે સફાઈ દ્વારા આપણો ભાવનાત્મક બોજ, આપણી ટેવો, ગાઢ થઈ ગયેલી હાલત અને આપણી જટિલતાઓ દૂર થાય છે.
પ્રાર્થનાઃ હાર્ટફૂલનેસ ધ્યાન પદ્ધતિની પ્રાર્થના, એક વિશેષ પ્રાર્થના છે. રાત્રે સૂતી વખતે કરવામાં આવતી આ સરળ પ્રાર્થના થકી આપણે નમ્રતાથી આંતરિક સ્વસાથે જોડાઈ શકીએ છીએ, હૃદયના અવાજને સાંભળી-અનુસરી અને આપણું પ્રારબ્ધ ઘડી શકીએ છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial