Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુદ્દામાલમાં એક ચેક કરાયો કબજેઃ
જામનગર તા. ૧૬: જામનગરના એક વેપારી વ્યાજના ચક્રમાં ફસાઈ ગયા પછી તેઓએ મુદ્દલ કરતા ડબલ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં તેઓને ૧૫ જેટલા શખ્સ પજવતા હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસમાં પોલીસે એક આરોપીને પડાવી લેવાયેલા ચેક સાથે પકડી પાડી તપાસ યથાવત રાખી છે.
જામનગરના દાંડિયા હનુમાન મંદિર સામે વડાપાઉં વેચવાનો વ્યવસાય કરતા કમલેશ નામના વેપારીએ થોડા દિવસો પહેલાં રૂ. ૪૦ લાખની મૂળ રકમ સામે રૂ. ૮૦ લાખ ઉપરાંતની રકમ વ્યાજપેટે ચૂકવ્યા પછી પણ કેટલાક શખ્સો પજવતા હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી.
આ વેપારી પાસેથી ટ્રેક્ટર, સ્કૂટર, કોરા ચેક પડાવવા ઉપરાંત તેની બે દુકાનો પણ પડાવી લેવાયાની કેફિયત ફરિયાદમાં જાહેર થઈ હતી. તે પછી પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે તપાસ આગળ ધપાવી હતી. જેમાં પંચવટી વિસ્તારમાં આવેલી ગૌશાળા નજીક રહેતા ઈન્દ્રજીતસિંહ રામદેવસિંહ જાડેજા (ઉ.વ.૫૩) નામના શખ્સને પકડી લેવામાં આવ્યો છે. તેની પાસેથી વેપારી કમલેશનો પડાવી લેવાયેલો એક ચેક પોલીસે કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial