Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષાઋતુમાં થતો આ રોગ પ્રથમવાર વર્ષ ૧૯૬૫ માં દેખાયો હતોઃ
ગાંધીનગર તા. ૧૬: ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસથી ગભરાશો નહીં, સાવચેતી જરૂરથી રાખવી જોઈએ તેમ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
ચાંદીપુરા કોઈ નવો રોગ નથી. વર્ષ ૧૯૬પ માં પ્રથમ કેસ નોંધાયો હતો. વરસાદી ઋતુમાં સામાન્યતઃ જોવા મળતો રોગ છે. વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે. ૯ મહિનાથી ૧૪ વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. બાળ દર્દીઓમાં હાઈગ્રેડ તાવ, ઉલટી-ઝાડા, માથાનો દુઃખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું જોઈએ.
આ માહિતી આપત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઈ નવો રોગ નથી. સામાન્યપણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેક્ટર-અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને ૯ મહિનાથી ૧૪ વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે.
તેમણે રાજ્યમાં હાલ આ રોગની સ્થિતિ વિષે જણાવ્યું કે રાજ્યમાં આત્યર સુધીમાં ચાંદીપુરાના ૧ર જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે, જેમાંથી ૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં ૪, અરવલ્લી જિલ્લામાં ૩, મહીસાગર અને ખેડા જિલ્લામાં એક-એક શંકાસ્પદ કેસ, જ્યારે રાજસ્થાન ર દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દી કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય, આમ કુલ ૧ર શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે તમામના સેમ્પલ પૂનાની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેનું પરિણામ સરેરાશ ૧ર થી ૧પ દિવસમાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૬ મત્યુ રાજ્યમાં નોંધાયા છે, પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા પછી જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પુષ્ટિ થશે. ચાંદીપુરા રોગ ચેપી નથી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઈ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ ૪૪૮૭ ઘરોમાં કુલ ૧૮,૬૪૬ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ ર૦૯૩ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે.
આરોગ્ય મંત્રીએ આ ક્ષણે રાજ્યના નાગરિકોને આ રોગથી ગરાવવા નહીં, પરંતુ સાવચેતી જરૂરથી કરાવવા પણ અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મગજના તાવ (સી.એમ.પી.વી.) નો રોગચાળો તાવના લક્ષણો સાથે વર્ષ ૧૯૬પ માં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુપરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારપછી આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગચાળો નોંધાયો. આ વાયરસ જીન્સ વેસિક્યુલોવાયરસ કુટુંબને અનુસરે છે. ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial