Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ દાયકાથી સેવારત સેવાભાવિઓનું સન્માન
જામનગર તા. ૧૫: જામનગરના સ્વ. કિશોરભાઈ રાઠોડ (કિશોર ટ્રેડર્સ)ના સ્મરણાર્થે ગત એપ્રિલમાં વોર્ડ નં. ૧૦માં નાગનાથ ગેઈટ પાસે માટેલ જતા પદયાત્રીઓ માટે ફ્રૂટ જ્યુસ સેવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૫૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. પદયાત્રી દ્વારા સાથે લઈ જવાતી ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ૩૦ વર્ષથી સેવા આપતા જોગવડ ગ્રુપના પ્રમુખ તથા કારોબારીના ભરતભાઈ ભટ્ટી અને ધીરેનભાઈ રાઠોડનું સન્માન પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર લોહાણા સમાજ પ્રમુખ તેમજ જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ લાલ, નિવૃત્ત મામલતદાર રાચ્છ, વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર પાર્થ જેઠવા, મુકેશભાઈ માતંગ, પૂર્વ કોર્પોરેટર આકાશ બારડ, નટુભાઈ રાઠોડ, અરવિંદભાઈ ચૌહાણ, મોબાઈલ વિક્રેતા રાજુભાઈ ગોહીલ, વોર્ડ નં. ૧૦ ભાજપના પ્રમુખ રાજુભાઈ નાનાણી, મહામંત્રી દિનેશ ચૌહાણ, ભદ્રેશભાઈ ચંદારાણા, નીતિનભાઈ માડમ, ખવાસ જ્ઞાતિના ઉપપ્રમુખ પંકજભાઈ સોઢા, મંત્રી દિનેશભાઈ સોઢા, અનિષભાઈ સોઢા (ઉપપ્રમુખ), દેશળદેવ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ (નવાગામ ઘેડ)ના ટ્રસ્ટીઓ પરેશભાઈ ચાવડા, મનોજભાઈ મકવાણા (વકીલ), સરકારી જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ રાહુલભાઈ રાઠોડ, કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટીઓ જયસુખભાઈ ચાવડા, અશ્વિનભાઈ રાઠોડ, ખવાસ સમાજના આગેવાન ગોવિંદભાઈ સોઢા, ધીરૂભાઈ સોઢા, ગીરિશભાઈ સોઢા તેમજ જોગવડ ગ્રુપના સભ્યો, કાશી વિશ્વનાથ ગ્રુપના સભ્યો, ગુજરાત તકના પત્રકાર દર્શનભાઈ ઠક્કર, ખીમામામા મિત્ર મંડળ તથા ખીમામામા મહિલા મંડળ, ચારણ ફળી મિત્ર મંડળ, શક્તિ ચામુંડા ધૂન મંડળ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. પદયાત્રીઓ તેમજ ધર્મેપ્રેમી જનતાએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા શિવ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અને ભાજપ શહેર મંત્રી (બક્ષી પંચ મોરચો) સાગર કિશોરભાઈ રાઠોડ, ટ્રસ્ટી અંકિતાબેન રાઠોડ, અમીતભાઈ વારા, રશ્મીબેન રાઠોડ, રમાબેન કે. રાઠોડ, કિશોર ટ્રેડર્સ ગ્રુપના સભ્યો તથા મુળજીભાઈ રાઠોડ, દિલીપભાઈ રાઠોડએ જહેમત ઉઠાવી હતી. સ્ટેજ સંચાલન આશિષભાઈ ભટ્ટીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial