Advertisement
Author: નોબત સમાચાર

વકફની દુકાનનો કબજો મેળવી લેનાર આસામીઓ સામે ટ્રિબ્યુનલમાં દાવા

જુમ્મા મસ્જિદ તથા ફરાસ મસ્જિદની દુકાનનો મામલોઃ

જામનગર તા. ૧૫: જામનગરના બર્ધનચોકમાં આવેલી જુમ્મા મસ્જીદની એક દુકાન પેટા ભાડુત તરીકે આપી દેવાતા વકફ ટ્રિબ્યુનલમાં મસ્જીદ ટ્રસ્ટ બોર્ડે દાવો કર્યાે છે. જયારે વેરસીવાડના ઢાળીયા પાસે આવેલી ફરાસ મસ્જીદની એક દુકાન નવી ભાડાચિઠ્ઠી બનાવ્યા વગર મૂળ ભાડૂતના પુત્રોએ પચાવી પાડતા વકફ ટ્રિબ્યુનલમાં દાવો કરાયો છે.

જામનગરના બર્ધનચોકમાં આવેલી જુમ્મા મસ્જીદ નજીક દુકાન ભાડેથી ચલાવતા રફીક અહેમદ રાડ, સલીમ નુરમામદ બાજરીયાએ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટની પરવાનગી વગર આસીફ બાજરીયાને તે દુકાન પેટા ભાડૂત તરીકે આપતા ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અબ્દુલરશીદ લુસવાલા, મંત્રી ગુલામ દસ્તગીર શેખે ગાંધીનગર સ્થિત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં દાવો દાખલ કર્યાે છે.

જામનગરની ફરાસ મસ્જીદની માલિકીની વેરસીવાડના ઢાળીયા પાસે આવેલી દુકાન સલમાનજી કરીમ અત્તરવાલાને ભાડે આપવામાં આવી હતી. તેઓના નિધન પછી નવી ભાડાચિઠ્ઠી બનાવ્યા વગર સાદીક સલમાનજી અને અલીહુસેન સલમાનજીએ દુકાનનો કબજો લઈ લેતાં ફરાસ મસ્જીદના પ્રમુખ આબીદહુસેન ઈસ્માઈલ ઈજારાવાલાએ રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં દાવો કર્યાે છે. બંને દાવામાં વકીલ હાજી હુસેન ભંડેરી હાજર રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh