Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીમાં મહોલ્લા ક્લિનિકના સ્થાને અદ્યતન હોસ્પિટલોની જરૂર
નવી દિલ્હી તા. ૧પઃ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કરેલા નિવેદનો ઘણાં જ ચર્ચાસ્પદ બન્યા છે.
લોકસભા-ર૦ર૪ ની ચૂંટણીમાં ચાર તબક્કામાં મતદાન થઈ ગયું છે અને હવે ત્રણ તબક્કામાં મતદાન બાકી છે. જેમાં દિલ્હીની સાત બેઠકો માટે રપમી મે એ મતદાન થવાનું છે. આ માટે ભાજપે તાકાત લગાવી દીધી છે. ત્યારે આ વચ્ચે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ એક મોટું નિવેદન આપ્યું હતું. હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે, 'જો ભાજપ ૪૦૦ નો આંકડો પાર કરશે તો મથુરામાં અને કાશીમાં ભવ્ય મંદિર બનશે.'
દિલ્હીની સાત લોકસભા (દિલ્હી લોકસભા ઈલેકશન્સ) બેઠકો માટે રપમી એ મતદાન થવાનું છે, ત્યારે ભાજપના શાસિત વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ રોડ શો કરીને પોતપોતાના પક્ષના ઉમેદવારો માટે વોટ માંગી રહ્યાં છે. જેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ભાજપના પૂર્વ દિલ્હીના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે, 'જો ભાજપ ૪૦૦' નો આંકડો પાર કરશે તો મથુરામાં અને જ્ઞાનવાપીની જગ્યાએ બાબા વિશ્વાનાથનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તેમજ અમે (બીજેપી) ગત્ ચૂંટણીના રામ મંદિરનું નિર્માણનું વચન આપ્યું હતું. જે આ ચૂંટણી પહેલા પૂર્ણ કર્યુ છે. તેથી હવે જીત પણ મોટી હોવી જોઈએ. કારણ કે, અમે (ભાજપે) વચનો પૂરા કર્યા છે.
આ ઉપરાંત હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, 'પહેલા જ્યારે દિલ્હી આવતા ત્યારે લાલ કિલ્લો અને કુતુબ મિનાર જોવાનું કહેવામાં આવ્યું હતું અને હવે મોહલ્લા ક્લિનિક જોવાનું કહેવામાં આવે છે, પરંતુ આજે જ્યારે હું મોહલ્લા ક્લિનિક જોવા ગયા ત્યારે મને આશ્ચર્ય થયું કે, જો દિલ્હીની ઓળખ મોહલ્લા ક્લિનિક છે, તો પછી દેશનું સન્માન ક્યાં છે...? આસામના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો બનાવવામાં આવી રહી છે અને જ્યારે દિલ્હીમાં સરકાર આવશે તો આપણે અહીં મોહલ્લા ક્લિનિક્સ કેમ બનાવીશું, અહીં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ બનાવીશું.'
દિલ્હી સીએમ કેજરીવાલ પર ટિપ્પણી કરતા હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે, 'જેલમાંથી છૂટેલો ભ્રષ્ટાચારી કહે છે કે, ભાજપ ર૦૦ નો આંકડો પાર નહીં કરે તો દેશની જનતા ગમે તેમ કરીને ભાજપને ૪૦૦ થી આગળ મોકલી રહી છે. તો પછી તિહારમાંથી વચગાળાના જામીન પર બહાર આવેલા ભ્રષ્ટ વ્યક્તિની વાત પર કેમ ધ્યાન આપવું...? કેજરીવાલનો અમારી સામે કોઈ એજન્ડા નથી, કારણ કે, જે દેશનો વિકાસ કરવા માંગે છે તેને બીજો કોઈ પડકાર દેખાતો નથી. આજે દેશની જનતાને પણ લાગે છે કે, ભારત માટે કંઈ સારૃં થશે તો મોદી સરકાર જ કરી શકશે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial