Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતો ઝડપાયોઃ ત્રણના નામ ખૂલ્યા

શિવરાજપુરમાં છ શખ્સ તીનપત્તી રમતા પકડાયાઃ

જામનગર તા. ૧૫: જામનગરના ગોકુલનગર પાસે સાયોના શેરીમાં મોબાઈલમાં આઈપીએલની મેચ નીહાળી તેના પર સટ્ટો રમતા શખ્સને પોલીસે દબોચી લીધો છે. તેણે અન્ય ત્રણના નામ આપ્યા છે. દ્વારકાના શિવરાજપુરમાં છ શખ્સ ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાઈ ગયા છે.

જામનગરના ગોકુલનગર રડાર રોડ પર સાયોના શેરીમાં એક શખ્સ આઈપીએલની મેચનો સટ્ટો રમતો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે પોતાના મોબાઈલમાં મેચનો સ્કોર નીહાળી તેના પર સટ્ટો રમી રહેલા લાખાભાઈ નથુભાઈ ગોરીયા નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેનો મોબાઈલ તથા રોકડ મળી રૂ.૧૦ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સે માધવ બાગમાં રહેતા રવિ કનારા, મથુરાનગરવાળા ભીમા કરમુરના નામ અને એક શખ્સના મોબાઈલ નંબર પોલીસને આપ્યા છે. ચારેય સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધાયો છે.

દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા નવઘણભા જશરાજભા જામ, સીધુભા ગજુભા સુમણીયા, ભીમાભા પાલાભા નાયાણી, મેરૂભા ગાગાભા નાયાણી, રાયસંગભા તોર્યાભા નાયાણી, હીરાભા ગાગાભા નાયાણી નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦,૭૦૦ રોકડા, ગંજીપાના કબજે કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh