Advertisement
Author: નોબત સમાચાર

બુક રિવ્યૂ પોપટ'સ પીડિયાટ્રિક્સ ઓન ફોન પાર્ટ-૯

ડો. ડી.એમ. પોપટ, ડો. ઈશાની પોપટ નથવાણી અને ડો. જુઈ પોપટ રાજા લિખિત 'પોપટ'સ પીડિયાટ્રિક્સ ઓન ફોન' પાર્ટ-૯ નામનું ૨૦૫ પાનાનું અંગ્રેજી ભાષામાં પ્રસ્તુત પુસ્તક પાર્ટ-૪ની રસાળ શૈલી. સરળ ભાષા અને મુદ્દાવાર છણાવટ ગમી.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં જુન ૨૦૧૫થી આજ વખતની લેખન યાત્રાની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે અને નવા ૫૦ કેસ સ્ટડીની વાત કરવામાં આવી છે.

એક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળેલા એક પીડિયાટ્રિક્સના પ્રોબ્લેમનો ઉલ્લેખ કરીને આ પુસ્તકમાળાના માધ્યમથી ઘણાં બધા પીડિયાટ્રિસીયનોને મદદ મળી રહી હોવાના દાવા સાથે લેખકે કહ્યું કે, આ પુસ્તકમાળાના લેખક અને સંબંધિત ઈન્કવાયરી સાથે જિજ્ઞાસુઓને જવાબ આપ્યો કે લેખક ડો. પોપટ અને તેણી (લેખિકા) પુત્રીઓ જામનગરમાં જનરલ પીડિયાટ્રિક પ્રેક્ટિસ કરે છે અને કોઈ અન્ય મેડિકલ ઈન્સ્ટિટયૂટ પ્રારંભે જ તેના રસપ્રદ દૃષ્ટાંતો અને અુનભવો પણ વર્ણવ્યા છે.

આ પુસ્તકમાં ૨૦૦ પાનામાં જ ગાગરમાં સાગરની જેમ વિવિધ વિષયો પર વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. જે પીડિયાટ્રિસિયનો માટે પથદર્શક છે.

વિવિધ પરીક્ષકો, સંશોધનો અને તારણો આધારિત જુદા જુદા પ્રોવિઝન ડાયગ્નોસિઝના એકીકરણ સાથે નો કેસ સ્ટડી પ્રત્યેક પીડિયાટ્રિસિયન્સ માટે ઘણો જ ઉપયોગી પુરવાર થાય તેમ છે. દર્દીઓના બીમારીના સિમ્ટમ્સ, તાસીર અને કેસ હિસ્ટ્રી આધારીત ઉપવાસી વિવિધ પદ્ધતિઓ આ પુસ્તકમાં વર્ણાવવામાં આવી છે અને તેના સંલગ્ન ચિત્રો તથા રિપોર્ટ્સ સાથે સાંકળીને ઉંડાણપૂર્વકની સમજ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

આ ૫૦ જેટલા કેસ સ્ટડીનો ઉંડો અભ્યાસ સરળ રીતે થઈ શકે તેવું આ પુસ્તક દરેક પ્રેક્ટિશનર પીડિયાટ્રિસ્ટે વસાવવા જેવું ખરૃં...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh