Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર.ટી.ઓ.-જામનગર દ્વારા
જામનગર તા. ૧પઃ જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહનમાલિકો ટુ-વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને અન્ય ટ્રાન્સપોર્ટ પ્રકારના તમામ વાહનો માટેની તમામ જુની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે.
આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. ૧૬-પ-ર૦ર૪ થી ૧૮-પ-ર૦ર૪ ના સાંજે ૪ કલાક સુધીનો રહેશે. આ ઈ-ઓક્શનનો બિડિંગ કરવાનો સમયગાળો તા. ૧૮-પ-ર૦ર૪ થી ર૦-પ-ર૦ર૪ ના સાંજે ૪ કલાક સુધીનો રહેશે, તેમજ આ ઈ-ઓક્શનનું પરિણામ તા. ર૦-પ-ર૦ર૪ ના સાંજે ૪ કલાકે જાહેર કરવામાં આવશે.
ઉક્ત પ્રક્રિયામાં ભાગ લેવા માટે વાહન માલિકોએ સૌ પ્રથમ ુુુ.ૅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ આ વેબસાઈટ પર જઈને નોંધણી/રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારપછી યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. પછી ઉક્ત વેબસાઈટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-૭ ની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહનમાલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે.
વાહનમાલિકે પોતાની બીડ ઉપરોક્ત જણાવેલા સમયગાળા દરમિયાન ૧૦૦૦ ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓક્શનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.
પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-પ મા કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિં, જેની જામનગર જિલ્લાના સર્વે વાહનમાલિકોને ખાસ નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial